Home /News /national-international /

સામાન્ય પગારદાર આંગણવાડી કાર્યકર નીકળી આલિશાન ઘરની માલકીન, લોકાયુક્તે કરી Raid

સામાન્ય પગારદાર આંગણવાડી કાર્યકર નીકળી આલિશાન ઘરની માલકીન, લોકાયુક્તે કરી Raid

લોકાયુક્તે આંગણવાડી કાર્યકરના ઘરે દરોડો પાડ્યો

સબ ઈન્સપેક્ટર કવિન્દ્ર સિંહ ચૌહાણનું કહેવું છે કે, મહિલા દ્વારા અત્યાર સુધી પોતાના વેતનમાંથી માત્ર 12 લાખ 70 હજાર રૂપિયા કમાણી કરી છે. પરંતુ, તેની પાસે 43 લાખ 700 રૂપિયાની પ્રોપર્ટી મળી આવી

    શ્યોપુર: દેશભરમાં સરકારી ખાતામાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સા સામે આવતા હોય છે, સરકારી બાબુ દ્વારા પગાર ઉપરાંત ઉપરની કમાણી કરનારા અનેક લોકો એસીબી, લોકાયુક્તના સકંજામાં આવી જતા હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે, જેમાં એક સામાન્ય પગાર ધરાવનાર આંગણવાડી કાર્યકર પાસેથી આવક કરતા વધારે મિલકત મળી આવતા સરકારી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

    મધ્યપ્રદેશના ગ્વાલિયરની લોકાયુક્તની ટીમે શ્યોપુર શહેરની આંગણવાડી કાર્યકર્તાના ઘરે દરોડો માર્યો. કાર્યવાહી દરમિયાન કાર્યકર્તાના ઘરે આવક કરતા 30 લાખ વધારે સંપત્તિ મળી આવી છે. ટીમે આરોપી મહિલા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં પણ કાર્યવાહી ચાલુ છે.

    આ મામલો શહેરના આઈડીબીઆઈ બેન્કની પાછળની ગલીમાં રહેતી એક મહિલાનો છે. અહીં ગ્વાલીયરની લોકાયુક્તની ટીમે સવારે લગભગ 6 કલાકે શહેરના 0.2 આંગણવાડી કેન્દ્ર પર નોકરી કરતી કાર્યકર્તા ઈવા ચૌહાણના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ટીમે ઘટના સ્થળ પર જોયું તો, ખુબ ઓછા પગારમાં નોકરી કરતી મહિલા કાર્યકર્તાના શહેરમાં મુખ્ય જગ્યા પર બેમાળાનું આલિશાન ઘર છે. આ સાથે લાખો રૂપિયાની અન્ય પ્રોપર્ટી અને સોના-ચાંદીના ઘરેણા પણ મળ્યા છે. આ મહિલા આંગણવાડી કાર્યકર્તા વિરુદ્ધ લોકાયુક્ત ટીમે કેસ નોંધી લીધો છે.

    PHOTOS: વેપારી પાસેથી 11 લાખની કરી લૂંટ, પછી કારમાં Lock કરી જીવતો સળગાવી દીધો

    PHOTOS: વેપારી પાસેથી 11 લાખની કરી લૂંટ, પછી કારમાં Lock કરી જીવતો સળગાવી દીધો

    આવક કરતા વધારે સંપત્તિ
    ગ્વાલિયર લોકાયુક્ત ટીમના સબ ઈન્સપેક્ટર કવિન્દ્ર સિંહ ચૌહાણનું કહેવું છે કે, મહિલા દ્વારા અત્યાર સુધી પોતાના વેતનમાંથી માત્ર 12 લાખ 70 હજાર રૂપિયા કમાણી કરી છે. પરંતુ, તેની પાસે 43 લાખ 700 રૂપિયાની પ્રોપર્ટી મળી આવી છે. જે આવક કરતા વદારે સંપત્તિની શ્રેણીમાં આવી રહી છે. આને લઈ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, સુરતમાં હમણાં જ એક લાંચીયો અધિકારી ઝડપાયો હતો. સુરત પોલીસમાં (surat police) સતત કોઈ પણ કામ માટે રૂપિયાની માંગણી લાંચ સ્વરૂપે કરવામાં આવતી હોવાની સતત ફરિયાદ આવી છે. તેમાં પણ ટ્રાફિક પોલીસની મદદ માટે રાખવામાં આવેલ ટીઆરબી જવાન છેલ્લા કેટલાક સમયથી રૂપિયા લેવા અને દાદાગીરી લઇને વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે આજે કાપોદ્રા વિસ્તારમાં છૂટક ફ્રૂટનું વેચાણ કરતા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન દ્વારા મહિને 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવતા એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જાગૃત નાગરિકનો સહકાર મેળવ્યો હતો.

    જાગૃત નાગરિક પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તા વચ્ચેના જાહેર રસ્તા ઉપર ફ્રુટની લારી લઇ ફ્રુટનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક ASI અને TRB જવાને જાહેર રસ્તા ઉપર લારી ઉભી રાખી ધંધો કરવાના અવેજ પેટે મહિનાના રૂપિયા 500થી 1000 સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Lokayukta

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन