મુસ્લિમ યુવતીએ હિંદૂ યુવકથી લગ્ન કર્યા માટે પિતાના શબને આપી આવી સજા?

મુસ્લિમ યુવતીએ હિંદૂ યુવકથી લગ્ન કર્યા માટે પિતાના શબને આપી આવી સજા?
રવીના શર્મા જેના પિતા સાથે આ ઘટના થઇ

મૃતકની પુત્રી રવીનાનું કહેવું છે કે તેણે હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે, જે વિવાદનું કારણ બન્યું છે.

 • Share this:
  મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક વુદ્ધ મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવતા રોકવામાં આવ્યું. ઘટના 6 સપ્ટેમ્બરની છે. વુદ્ધની પુત્રી પર આરોપ લગાવવામાં આવ્યું છે કે તેણે એક હિંદૂ યુવક સાથે લગ્ન કરીને તેનો ધર્મ અપનાવ્યો છે. જેનાથી નારાજ થઇને લોકોએ તેના પિતાના શબને કબ્રસ્તાનમાં દફનાવતા રોક્યો. તે પછી પોલીસની મદદથી મૃતદેહને સુપુર્દ એ ખાખ કરવામાં આવ્યો. શ્યોપુર પોલીસને પણ શબને દફનાવતા રોકવાની પુષ્ટી કરી છે. પણ પુત્રી દ્વારા લગાવવામાં આવેલા આરોપને નકાર્યા છે.

  શ્યોપુર શહેરની પાસે આવેલા સલાપુર સ્થિત આબુ સૈયદ કબ્રસ્તાનમાં આ ઘટના બની છે. અહીં એક વુદ્ધના શબને દફનાવવા મામલે વિવાદ થયો. મૃતકની પુત્રી રવીનાનું કહેવું છે કે તેણે હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. અને લગ્ન પછી પતિનો ધર્મ અપનાવ્યો છે. આ વાતને લઇને રવિવારે જ્યારે સલાપુર કબ્રસ્તાનની પાસે રહેલા મકાનોમાં રહેતા રવીનાના પિતા, ઇદા ખાનનું મોત થયું તો મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ આ મૃતદેહને કબ્રસ્તાનમાં દફન થતા રોક્યો.  વધુ વાંચો : અમદાવાદમાં કોરોનાને અટકાવવા લેવાયો મહત્ત્વનો નિર્ણય, હવે દરેક સોસાયટી, ફ્લેટમાં રાખવી પડશે આ તકેદારી

  રવીનાની માતાએ સમાજના લોકોથી નિવેદન કર્યું પણ કોઇને તેની વાત ના માની. પાછળથી સ્થાનિક પોલીસની મદદ લેવી પડી. પણ પોલીસે મદદ નકરતા તેમે ચમ્બલના આઇફીને ફોન કરીને મદદ માંગી. ત્યારે સ્થાનિક પોલીસે તેમની મદદ કરી. અને તેના પિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર થયા.
  વધુમાં કબ્રસ્તાનની જમીન પર વક્ફ કમીટી અને ઇદા ખાન વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. કબ્રસ્તાનની જમીન પર મકાન બનાવવાને મામલે 30 લોકો એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમાં ઇદા ખાન પણ સામેલ છે. પણ ઇદા ખાનની પુત્રી રવીના શર્માનો આરોપ છે કે તેમણે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવ્યો છે માટે તેમના સમાજના ઠેકેદાર તેની સાથે આવું વર્તન કરે છે.  આ મામલે કોતવાલી ટીઆઇ રમેશ ડાંડેએ પણ માન્યું કે મૃતકના મૃતદેહને દફનાવતા રોકવામાં આવ્યું છે. જો કે તેમાં તેની પુત્રી અને તેના બીજા ધર્મમાં લગ્નના વિવાદ જેવી કોઇ વાત સામે નથી આવી. મૃતક કબ્રની ઉપર ખાડો ખોદીને મૃતદેહ દફનાવી રહ્યા હતા. અને માટે તેમને રોકવામાં આવ્યા. પોલીસે હસ્તક્ષેપ કરીને શબનો અંતિમ સંસ્કાર કરાવ્યો. અને ફરિયાદની તપાસ ચાલી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published:September 08, 2020, 10:27 am

  ટૉપ ન્યૂઝ