શિલા દિક્ષિતની Love સ્ટોરી: જ્યારે ચાલુ બસમાં મળ્યું હતું પ્રપોઝલ

શિલા દિક્ષિતની પ્રેમ કહાની

જ્યારે પહેલી વખત થનારા સસરાને મળ્યા હતા ત્યારે શિલા દિક્ષિત ખુબ નર્વસ હતા

 • Share this:
  દિલ્હીના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી શિલા દિક્ષિતના નિધનથી દિલ્હીવાસી સ્તબ્ધ છે. શિલા દિક્ષિત 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. તેમને દિલ્હીની રાજનીતિના સૌથી કદાવર નેતા માનવામાં આવે છે. શિલા દિક્ષિતે પોતાના પુસ્તક 'સિટીઝન દિલ્હી: માય ટાઈમ્સ, માય લાઈફ'માં પોતાના જીવનની અંતરંગ યાદો કહી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.

  રાજનીતિની આયરન લેડીએ પોતાની લવ લાઈફ વિશે ખુલ્લા મનથી લખ્યું છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમણે પહેલી નજરના પ્રેમને જીવન સાથી બનાવવા માટે 2 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. શિલાએ પોતાની લવ સ્ટોરી વિશે લખ્યું છે કે, પ્રાચિન ભારતીય ઈતિહાસનો અભ્યાસ કરતા સમયે તેમની વિનોદ સાથે મુલાકાત થઈ. વિનોદ જ તેમના પહેલા અને અંતિમ પ્યાર હતા. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, વિનોદ તેમની ક્લાસના 20 સ્ટુડન્ટમાં સૌથી અલગ હતા.

  શિલા દિક્ષિતે લખ્યું છે કે..
  એવું નથી કે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. તે ખુબ અલગ હતા. મારી પહેલી ધારણા પણ તેના પ્રત્યે અલગ હતી. પાંચ ફૂટ સાડા અગ્યાર ઈંચ લાંબા વિનોદ સુંદર, સુડોલના વચ્ચે ખુબ લોકપ્રિય અને સારા ક્રિકેટર હતા. સંયોગથી મિત્રોના પ્રેમ વિવાદની પતાવટમાં બંનેએ મધ્યસ્થા કરી હતી, પરંતુ તે પંચાયતના ચક્કરમાં વિનોદ અને શિલા દિક્ષિત એક-બીજાની નજીક આવી ગયા.

  શિલા દિક્ષિત લખ્યું છે કે, કેટલીએ વાર મનની વાત વિનોદને કહી શકતી ન હતી. કેમ કે, તે ઈન્ટ્રોવર્ટ હતી, જ્યારે વિનોદ ખુલ્લા વિચારોવાળો હતો, હસમુખ અને એક્સ્ટ્રોવર્ટ. શિલા દિક્ષિત દિક્ષિતે એક દિવસ દિલની વાત કરવા માટે કલાકો સુધી વિનોદની સાથે ડીટીસી બસની સવારી કરી હતી, પછી ફિરોજશાહ રોડ સ્થિત આંટીના ઘર પર વિનોદ સાથે લાંબો સમય વિતાવ્યો હતો.

  શિલા દિક્ષિતએ પોતાના પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે...
  વિનોદે બસમાં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જ્યારે તે ફાઈનલની પરીક્ષા આપવાના હતા, ત્યારે એક દિવસ પહેલા 10 નંબરની બસમાં ચાંદની ચોક પાસે વિનોદે શિલા દિક્ષિતને કહ્યું કે, તે પોતાની માંને વાત કરવા જઈ રહ્યો છે કે, તેણે છોકરી પસંદ કરી લીધી છે, જેની સાથે તે લગ્ન કરશે. શિલા દિક્ષિતે ત્યારે વિનોદને કહ્યું હતું કે, શું તે એ છોકરીને તેના દિલની વાત પુછી છે? ત્યારે વિનોદે કહ્યું હતું કે ના, પરંતુ તે છોકરી બસમાં મારી સીટની આગળ બેઠી છે.

  શિલા દિક્ષિતે લખ્યું છે કે, આ ઘટનાના થોડા દિવસો બાદ તેમણે પોતાના માતા-પિતાને વિનોદ વિશે કહ્યું હતું પરંતુ, તે લોકો લગ્નને લઈ પરેશાન હતી કે, વિનોદ હજુ સ્ટુડન્ટ છે તો, તેમની ગૃહસ્થિ કેવી રીતે ચાલશે. ત્યારબાદ મામલો થોડો ઠંડો પડી ગયો. શિલા દિક્ષિતે મોતીબાગમાં એક મિત્રની માંની નર્સરી સ્કૂલમાં 100 રૂપિયા પગારમાં નોકરી પકડી લીધી, અને વિનોદ આઈએએસ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો. તે દિવસોમાં અમારા વચ્ચે મુલાકાત નહીં બરોબર થતી હતી. એક વર્ષ બાદ 1959માં વિનોદનું સિલેક્શન આઈએએસ માટે થઈ ગયું. તેણે યૂપી કેડરની પસંદગી કરી.

  જ્યારે પહેલી વખત થનારા સસરાને મળ્યા હતા શિલા દિક્ષિત
  શિલા દિક્ષિતે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વિનોદ યૂપીના ઉન્નાવના કાન્યકુબ્ઝ બ્રાહ્મણ પરિવારથી આવતા હતા. તેમના પિતા ઉમાશંકર દિક્ષિત (જેમને લોકો દાદાજી કહેતા હતા) સ્વતંત્ર સેનાની, હિન્દીભાષી અને ઉચ્ચ સંસ્કારવાળા હતા. તેમની સાથે વિનોદે જ્યારે જનપથની એક હોટલમાં મુલાકાત કરાવી ત્યારે ખુબ નર્વસ હતા. જોકે, દાદાજીએ ત્યારે ઘણા પ્રશ્ન પુછ્યા હતા અને અંતમાં ખુશા વ્યક્ત કરી હતી. શિલા દિક્ષિતે લખ્યું છે કે, દાદાજીએ કહ્યું હતું કે, તેણે લગ્ન માટે બે અઠવાડીયા, બે મહિના કે બે વર્ષની રાહ જોવી પડી શકે છે. કારણ કે, વિનોદની માંને આંતર જાતીય વિવાહ માટે મનાવવાના હતા. આ બધા વચ્ચે બે વર્ષ વીતી ગયા, આખરે 11 જુલાઈ, 1962ના રોજ બંનેના લગ્ન થયા.
  Published by:kiran mehta
  First published: