ઇન્દ્રાણી મુખરજીનો કોર્ટમાં દાવો, 'હત્યા'ના છ મહિના સુધી જીવતી હતી શીના બોરા

News18 Gujarati
Updated: February 26, 2020, 12:37 PM IST
ઇન્દ્રાણી મુખરજીનો કોર્ટમાં દાવો, 'હત્યા'ના છ મહિના સુધી જીવતી હતી શીના બોરા
ઇન્દ્રાણી (ફાઇલ તસવીર)

કોર્ટમાં જામીન અરજી પણ સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કહ્યુ કે, તેને જાણીજોઈને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
મુંબઈ : શીના બોરા હત્યા (Sheena Bora Murder)ની આરોપી ઇન્દ્રાણી મુખરજી (Indrani Mukerjea)એ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ (CBI Court)માં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્દ્રાણી મુખરજીએ દાવો કર્યો છે કે 24મી એપ્રિલ, 2012ના રોજ કથિત રીતે શીનાની હત્યા કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી, તેના છ મહિના સુધી તે જીવતી હતી. ઇન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીનાની હત્યાનો જે સમય બતાવવામાં આવ્યો છે તેના છ મહિના સુધી તે પોતાના મંગેતર રાહુલ મુખરજી સાથે રહી હતી. નોંધનીય છે કે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મંગળવારે પાંચમી વખત ઇન્દ્રાણીની જામીની અરજી પર સુનાવણી કરી હતી.

મામલાની સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કોર્ટને રાહુલ મુખરજીના કૉલ ડેટાના રેકોર્ડનો હવાલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે બંને વચ્ચે 27થી લઈને 28મી સપ્ટેમ્બર સુધી ટેક્સ્ટ મેસેજથી વાતચીત થતી હતી. ઇન્દ્રાણીએ કોર્ટમાં ત્રણ દિવસ સુધી રાહુલ અને શીના વચ્ચેની વાતચીત વાંચી સંભળાવી હતી. ઈન્દ્રાણીએ જણાવ્યું કે, રાહુલ મુખરજીએ લખ્યું- બાબા આઈએમ ઇન ધ કાર. કમ ઓન. જે અંગે શીનાએ જવાબ આપ્યો કે, બસ પાંચ મિનિટ. જે બાદમાં રાહુલ વધુ એક મેસજ કર્યો કે, જલદી આવ.

કોર્ટમાં જામીન અરજી પણ સુનાવણી દરમિયાન ઇન્દ્રાણીએ કહ્યુ કે, તેને જાણીજોઈને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું નિર્દોષ છું. ઇન્દ્રાણીએ કહ્યું કે, ઓગસ્ટ 2015માં તેની ધરપકડ બાદ પીટર મુખર્જીએ તેના પુત્ર રાહુલ અને રબિનના એકાઉન્ટમાં છ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ઇન્દ્રાણીએ કોર્ટમાં જણાવ્યું કે એપ્રિલ 2012માં કથિત રીતે હત્યાના બાદથી વર્ષ 2015માં તેની ધરપકડ સુધી તેણે 19 વખત વિદેશ યાત્રા કરી હતી. જો તેણે આવી કોઈ હત્યા કરી હોત તો તે ભારત પરત શા માટે આવતી?

પીટર મુખરજીને મળી ચુક્યા છે જામીન

નોંધનીય છે કે શીના બોરા હત્યાકાંડમાં છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ પીટર મુખરજીને બોમ્બે હાઇકોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ જામીન આપી દીધા છે. તેના જામીનના તુંરત બાદ સીબીઆઈ કોર્ટે સ્ટેની માંગણી કરી હતી. સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. કોર્ટે સીબીઆઈની વાત માનીને પોતાના જ આદેશ પર છ અઠવાડિયાનો સ્ટે મૂકી દીધો હતો.
First published: February 26, 2020, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading