શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી કોંગ્રેસના આ નેતાને કહ્યાં ભાજપની કરોડરજ્જુ

News18 Gujarati
Updated: April 6, 2019, 3:46 PM IST
શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી કોંગ્રેસના આ નેતાને કહ્યાં ભાજપની કરોડરજ્જુ
શત્રુઘ્ન સિન્હાની ફાઇલ તસવીર

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીને તાનાશાહીમાં પરિવર્તિત થતા જોઈ હતી.મારો વાંક એટલો જ હતો કે હું સત્ય અને સિદ્ધાંતો પર ટકેલો રહ્યો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : શત્રુઘ્ન સિન્હા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાઈ ગયા જોકે, તેમને હજુ પણ ભાજપનો મોહ છૂટતો ન હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસમાં જોડાતા જ શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી હતી. તેમણે આભારી વિધિ વ્યક્ત કરતા સમયે કોંગ્રેસના બિહારના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મંત્રી શક્તિ સિંહ ગોહિલને ભાજપની કરોડરજુ ગણાવી દીધા હતા. જોકે, બાદમાં તેમણે કહ્યું કે આપ સૌ સમજદાર છો, સમજી શકો છો કે હું કોંગ્રેસમાં નવો ખેલાડી છું એટલે સમય લાગશે.

કોંગ્રેસે શત્રુઘ્ન સિન્હાને તેમની બેઠક પટના સાહિબથી જ ટિકિટ આપી છે. શત્રુઘ્ન સિન્હા પહેલાંથ જ કહેતા હતા કે સિચ્યુએશન જે આવવી હોય તે આવે લોકેશન તે જ રહેશે. ભાજપે આ વખતે આ સીટ પર કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાં સામેલ થયા શત્રુધ્ન સિન્હા, કહ્યું 'BJP વન મેન શો, ટૂ મેન આર્મી છે'

અગાઉ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું,“અમે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીની તાનાશાહીમાં પરિવર્તિત થતા જોઈ હતી. મારો વાંક એટલો જ હતો કે હું મારા સિદ્ધાંતો પર અટલ રહ્યો. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે 'બિહારના ઇન્ચાર્જ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કરોડ રજુ શક્તિસિંહ ગોહિલ' જ્યારે પત્રકારોએ ટોક્યા તો શત્રુઘ્નએ કહ્યું કે હું નવો ખેલાડી છું, જાણી જોઈને નથી બોલ્યો આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, તમે સૌ મેચ્યોર છો, સમજી શકો છો.અગાઉ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત ટ્વીટર પર કરી હતી. સિન્હાએ સતત 6 ટ્વીટ કરી એલાન કર્યુ હતું હું દુખી થઈને ભાજપ છોડી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે તેમના મનમાં પોતાના લોકો માટે જરાય દ્વેષ નથી કારણ કે તે પોતાના પરિવારની જેમ હતા.
First published: April 6, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading