નવી દિલ્હી: ટીએમસી સાંસદ અને વરિષ્ઠ નેતા શત્રુઘ્ન સિન્હા હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી અલગ ભવિષ્યવાણી કરી છે. સિન્હાએ વરિષ્ઠ પત્રકાર નરેશ તનેજા સાથે હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસની ભારત જોડો યાત્રા, ઈવીએમ સહિતના અનેક મુદ્દા પર ખુલીને વાતચીત કરી છે. 27 વર્ષ સુધી ભાજપમાં રહેલા સિન્હાએ કહ્યું કે, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને પ્રધાનમંત્રી મોદી નબળી વિકેટ પર રમી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આપ પાર્ટીને દબાવવાની લાખ કોશિશ કરે, દબાવી પણ રહ્યા છે, જોવાઈ રહ્યું છે, કેજરીવાલની પાર્ટી કિંગ ન બની તો પણ કિંગમેકર જરુર બનશે. બે વાર કેબિનેટ મંત્રી અને પાંચ વારના સાંસદ રહેલા સિન્હાનું આ અનુમાન તમામ ઓપિનિયન પોલથી અલગ છે. ઓપિનિયન પોલમાં બંને રાજ્યોમાં ભાજપની સત્તામા ધમાકાભેર વાપસીની વાત કહેવાય રહી છે.
હિમાચલમાં કોંગ્રેસનો વારો
હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં જીતને લઈને શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હિમાચલમાં તો પેંડુલમ પોલિસી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, 1985 બાદ ક્યારેય કોઈ સરકાર ફરી વાર આવી નથી. ત્યાં હવે કોંગ્રેસનો વારો છે. હવે લાગે છે કે, કોંગ્રેસના મિત્રો ખાલી જાગૃત જ નથી, પણ ભારત યાત્રામાં પણ છે. તેમણે કહ્યું કે, હિમાચલમાં કોંગ્રેસ પ્રત્યે લોકોની સહાનુભૂતિ છે. સિન્હાએ કહ્યું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખૂબ જબરદસ્ત જઈ રહી છે. યાત્રાનો પ્રભાવ સમગ્ર દેશમાં પડી રહ્યો છે. કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી છે.
સિન્હાએ કહ્યું કે, હું સંસદ શરુ થવાની રાહ જોઈ રહ્યો છું. હાલમાં તો તેના અણસાર ઓછા દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે પ્રધાનમંત્રીની આખી ટીમ અને નેતાગણ છે, તે કોઈ દિલ્હીમાં નથી. પીએમ મોદી પોતાના માણસોને ગુજરાતની શેરીએ શેરીએ ફરવા મોકલી દીધા છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હું મારા વાણસોને સારી રીતે ઓળખુ છું. હું 27 વર્ષ ભાજપમાં રહ્યો છું. હું બે વાર કેબિનેટ મંત્રી પણ રહ્યો. ઉપરાંત પાંચ વાર સાંસદ પણ રહ્યો.
બંગાળ, બિહારમાં ઈવીએમનો ખેલ
હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કઈ પાર્ટીને જીત મળશે. તેના સવાલ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આજની તારીખમાં એ કહેવું ખૂબ અઘરુ છે, તેમણે કહ્યું કે, હવે પહેલા જેવું રહ્યું નથી. લોકો હવે ઈવીએમના ખેલની પણ વાત કરી રહ્યા છે. હવે લોકો વિચારતા થઈ ગયા છે અને તેના પ્રત્યે જાગૃકતા પણ વધી છે. વારંવાર એક જ ખેલ ખેલી શકાય નહીં, ઈવીએમનો ખેલ પશ્ચિમ બંગાળ અને બિહારમાં થયો, આખા દેશમાં થયો. જ્યાં જ્યાં ભાજપનું શાસન રહ્યું ત્યાં ઈવીએમનો ખેલ થયો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર