Home /News /national-international /

ભાજપના 'શત્રુ' પકડશે કોંગ્રેસનો હાથ, પટના સાહિબથી મળી શકે છે ટિકિટ

ભાજપના 'શત્રુ' પકડશે કોંગ્રેસનો હાથ, પટના સાહિબથી મળી શકે છે ટિકિટ

શત્રુઘ્ન સિન્હા (ફાઇલ ફોટો)

ભાજપે શત્રુઘ્ન સિન્હાને પટના સાહિબથી ટિકિટ ન આપતા તેઓ તેનાથી નારાજ હતા

    પટના સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડી લેશે. મળતી માહિતી મુજબ શત્રુઘ્ન સિન્હાને પટના સાહિબથી ટિકિટ નહોતી આપવામાં આવી તેના કારણે તેઓ નારાજ હતા. ત્યારબાદ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી જાણકારી મુજબ, મહાગઠબંધનના તૂટેલા તાર જોડવામાં પટના સાહિબ ક્ષેત્રના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મોટી ભૂમિકા નિભાવી. સૂત્રો મુજબ, પટના સાહિબ સીટીથી 'બિહારી બાબૂ' કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે.

    હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ પાર્ટી છોડવાના સંકેત આપ્યા હતા. તેઓએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, (શાયદ) તેરી મહફિલ મેં લેકિન હમ ન હોંગે.' તેઓએ એક બાદ એક અનેક ટ્વિટ કર્યા. જેમાં તેઓએ ઈશારામાં જ અનેક વાત કહી. એક ટ્વિટમાં તેઓએ લખ્યું હતું, સર રાષ્ટ્ર તમારું સન્માન કરે છે, પરંતુ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસનો અભાવ છે.

    ઉલ્લેખનીય છે કે, 'બિહારી બાબૂ' નામથી જાણીતા ભાજપના સાંસદ કેટલાક સમયથી નારાજ હતા અને ઘણા વખતે તેઓ પાર્ટી લાઇનથી હટીને સાર્વજનિક રીતે નિવેદન આપતા રહ્યા છે. હાલમાં જ તેઓએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસે પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી. તેના પહેલા તેઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા પીએમ મોદીન વિરોધી નેતાઓને મળતા રહ્યા છે.

    આ પણ વાંચો, મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન: દેશે એક પરિવારની લાલસાની ભારે કિંમત ચૂકવી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok Sabha Elections 2019, Patna Sahib, Shatrughan Sinha, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन