Home /News /national-international /

ખામોશ! શત્રુઘ્ન સિન્હા મોદી સામે ચૂંટણી લડે તેવી શક્યતા

ખામોશ! શત્રુઘ્ન સિન્હા મોદી સામે ચૂંટણી લડે તેવી શક્યતા

શત્રુઘ્ન સિન્હાને વારાણસીમાં આવકાર મળે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા તડનું ફડ કરવા વાળા નેતા તરીકે જાણીતા છે.

શત્રુઘ્ન સિન્હાને વારાણસીમાં આવકાર મળે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા તડનું ફડ કરવા વાળા નેતા તરીકે જાણીતા છે.

    ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને એક્ટર શત્રુધ્ન સિન્હા આગામી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી સામે વારાણસીથા લડે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની શાસનની નારાજ છે અને મોદી વિરોધી લોકોને ઉત્તેજન આપે છે.
    આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, શત્રુઘ્ન સિન્હા સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

    સમાજવાદી પાર્ટીનાં નેતાઓનાં જણાવ્યા અનુસાર, જો શત્રુઘ્ન સિન્હા ભાજપને છોડી દેશે તો, મોદી સામે વારાણસીથી લડે તેવી શક્યતા છે.

    શત્રુઘ્ન સિન્હા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઇને મોદી પર સીધા જ હુમલાઓ કરે છે અને ટીકાઓ કરે છે. શત્રુઘ્ન સિન્હાને વારાણસીની કાયસ્થ કોમ્યુનિટીનો સપોર્ટ રહેશે અને હાલ તેઓ બિહારની જે બેઠક પરથી ચૂંટણી લડે છે તે વારાણસીથી ખુબ નજીક છે.

    હાર્દિકને મળ્યા ભાજપના શત્રુઘ્ન અને યશવંત સિન્હા, કહ્યું આંદોલનને દેશવ્યાપી બનાવાશે

    સમાજવાદી પાર્ટીનાં નેતાઓનાં જણાવ્યા અનુસાર, શત્રુઘ્ન સિન્હા સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ, આ અંગે ચિત્ર સ્પષ્ટ થશે.

    સમાજવાદી પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી આ સીટ મામલે આમ આદમી પાર્ટી સાથે પણ વાર્તાલાપ કરે તેવી શક્યતા છે. અરવિંદ કેજરીવાલ આ સીટ પરથી મોદી સામે 2014ની ચૂંટણીમાં લડ્યા હતા અને હારી ગયા હતા.

    નિરીક્ષકો કહે છે કે, શત્રુઘ્ન સિન્હાને વારાણસીમાં આવકાર મળે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા તડનું ફડ કરવા વાળા નેતા તરીકે જાણીતા છે. તે સાચુ બોલે છે અને કોઇનાથી ડરતા નથી. અહીંયા, સ્થાનિક ઉમેદવારનો પ્રસ્ન નડતો નથી. વારાણસીનાં લોકોએ બહારથી આવેલા ઉમેદવારને ચૂંટ્યા છે.

    સમાજવાદી પાર્ટીનાં નેતા આનંદ મોહને જણાવ્યું કે, વારાણસીનાં લોકો ભાજપનાં શાસનથી કંટાળી ગયા છે. તેના સાંસદ નરેન્દ્ર મોદીએ વારાણસી માટે ખાસ કાંઇ કર્યુ નથી. લોકો હવે પરિવર્તન ઇચ્છે છે.”

    રાજકારણ અને બોલિવૂડમાં સેક્સના બદલે ફાયદો મળવાની વાત સાચીઃ શત્રુઘ્ન સિંહા
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Varansi, પીએમ મોદી

    આગામી સમાચાર