Home /News /national-international /

યશવંત સિન્હાના રાજીનામા બાદ ગભરાયા શત્રુઘ્ન, નહીં છોડે BJPનો સાથ

યશવંત સિન્હાના રાજીનામા બાદ ગભરાયા શત્રુઘ્ન, નહીં છોડે BJPનો સાથ

સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.

સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.

બીજેપીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ભારતીય જનતા પાર્ટી અને રાજનીતિમાંથી સંન્યાસ લીધો છે. આવી સ્થિતિમાં પાર્ટીથી નારાજ શત્રુઘ્ન સિન્હાનું કહ્યું છે કે, કોઇપણ હિસાબે તેઓ બીજેપીનો સાથ નહીં છોડે. સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.

માર્ચમાં સિન્હાએ બીજી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો આપ્યો હતો સંકેત

માર્ચમાં શત્રુઘ્ન સિંન્હાએ સંકેત આપ્યા હતા કે, કોઇ બીજી પાર્ટીની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી શકે છે. કારણ કે તેમના જેવા નેતાઓ સાથે પાર્ટીમાં સારો વ્યવહાર થતો નથી. સિન્હાએ એ પણ કહ્યું હતું કે, પબ્લિકમાં પોતાના કોઇ નેતા વિરૂદ્ધ કંઇ નહીં બોલી શકે.પત્રકારે પૂછ્યો પ્રશ્ન તમને ટિકિટ કેમ નહીં આપવામાં આવે

પત્રકારે તેમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, તેમને કેમ ટિકિટ આપવામાં નહીં આવે. તેના જવાબમાં કહ્યું હતું કે, હું કહીં ચુક્યો છું કે હું મારી સીટ ઉપરથી રેકોર્ડ મતોથી જીત્યો છું. ગત ચૂંટણીમાં મે મારો જ રેકોર્ડ તોડ્યો હતો.શુક્રવારે શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ ઉપર સાધ્યું હતું PM મોદી ઉપર નિશાન

શત્રુઘ્ન સિન્હાએ પોતાના ટ્વિટમાં કોંગ્રેસ નેતાઓની ખુબ જ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં શુક્રવારે એક ટ્વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. અને તેમની અનેક સળગતા મુદ્દાઓ ઉપર સફાઇની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જે કાર્યક્રમમાં યશવંત સિન્હાએ એલાન કર્યું ત્યાં ઉપસ્થિત હતા અન્ય પક્ષોના નેતા

શનિવારે જે કાર્યક્રમમાં યશવંત સિન્હાએ ભાજપને છોડવાનું એલાન કર્યું હતું એ કાર્યક્રમમાં અન્ય દળોના નેતાઓ પણ હાજર હતા. બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હા, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી, તૃણમુલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદી, આરજેડીના તેજસ્વી પ્રસાદ યાદવ, આરએલડી નેતા જયંત ચૌધરી, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને અસંતુષ્ટ જેડીયુ નેતા ઉદય નારાયણ ચૌધરી આ કાર્યક્રમમાં હાજર હતા.
First published:

Tags: Shatrughan Sinha

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन