Home /News /national-international /

PNB ફ્રોડઃ 'ભગવાનનો આભાર કે સરકારે પટાવાળાઓને બક્ષી દીધા'

PNB ફ્રોડઃ 'ભગવાનનો આભાર કે સરકારે પટાવાળાઓને બક્ષી દીધા'

(ફાલઇ તસવીર)

સિંહાએ ટ્વિટ કરીને લખ્યું કે, 'તું ઇધર-ઉધર કી બાત ન કર, યે બતા કે કાફિલા ક્યૂં લૂંટા, મુઝે રહઝનો સે ગિલા નહીં, તેરી રાહબરી કા સવાલ હે. તાલી ભી કપ્તાન કો તો ગાલી ભી કપ્તાન કો.'

    બીજેપીના સાંસદ શત્રુઘ્ન સિંહાઓ ફરી એક વખત પોતાની પાર્ટી અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંકના ગોટાળા માટે ઓડિટર્સ અને રેગ્યુલેટર્સને જવાબદાર ગણાવવાને લઈને મોદી સરકાર પર વેધક પ્રહાર કર્યા છે.

    તેમણે કહ્યું કે, 'ભગવાનનો આભાર માનવો રહ્યો કે તેમણે (સરકારે) પટાવાળાઓને તો બક્ષી દીધા.' આવું કહીને શત્રુઘ્ન સિંહાએ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને નિશાન બનાવ્યા હતા. અરુણ જેટલીએ તાજેતરમાં આપેલા એક નિવેદનમાં બેંકના ગોટાળા માટે ઓડિટર્સ અને રેગ્યુલેટર્સને જવાબદારી ગણાવ્યા હતા. તેમણએ કહ્યું હતું કે ઓડિટર્સની બેદરકારી અને બેંકની ઢીલી સુરક્ષાને કારણે આ ફ્રોડ થયો હતો.

    સિંહાએ ટ્વિટ કરીને લખ્યું કે, 'તું ઇધર-ઉધર કી બાત ન કર, યે બતા કે કાફિલા ક્યૂં લૂંટા, મુઝે રહઝનો સે ગિલા નહીં, તેરી રાહબરી કા સવાલ હે. તાલી ભી કપ્તાન કો તો ગાલી ભી કપ્તાન કો.'

    વધુ એક ટ્વિટમાં બીજેપી સાંસદે લખ્યું છે કે, 'અમારા સમજદાર લોકોએ નેહરુથી લઈને કોંગ્રેસ સુધીના લોકોને જવાબદાર ગણાવ્યા બાદ કહ્યું કે પીએનબી ગોટાળા માટે ઓડિટર્સ જવાબદાર છે. સારું થયું તેમણે પટાવાળાઓને તો છોડી દીધા. મોટો સવાલ એ છે કે પીએનબીની ખરેખરની માલિક સરકાર એ છમાંથી ચાર વર્ષ સુધી શું કરી રહી હતી. નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકનું સ્કેમ 2011થી એટલે કે યુપીએ સરકારના કાર્યકાળથી ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, છેલ્લા ચાર વર્ષથી એનડીએ સરકારનું સાશન રહ્યું છે.

    નોંધનીય છે કે બીજેપીના સાંસદ તેમજ બીજેપી નેશનલ એક્ઝિક્યુટિવના સભ્ય શત્રુધ્ન અવાર નવાર અનેક મુદ્દે સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે. તાજેતરમાં જ તેમણે દાવોસ સમિટ ખાતે ભારતીય વડાપ્રધાન મોદીને મળનાર ભારતીય ડેલિગેશનમાં નીરવ મોદીની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકનું ફ્રોડ સામે આવ્યા બાદ આ તસવીર મીડિયામાં વાયરલ થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Peon, PNB scam, Shatrughan Sinha, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन