Home /News /national-international /

પહેલાં શત્રુઘ્નએ કહ્યું 'દેશના વિકાસમાં ઝીણાનું મોટું યોગદાન હતું' બાદમાં મારી ગુલાંટ

પહેલાં શત્રુઘ્નએ કહ્યું 'દેશના વિકાસમાં ઝીણાનું મોટું યોગદાન હતું' બાદમાં મારી ગુલાંટ

શત્રુઘ્ન સિન્હાએ રેલીમાં આપેલા નિવેદન બાદ ગુલાંટ મારી હતી.

ભાજપે શત્રુઘ્નના નિવેદનને દેશના ભાગલા પાડનારૂ ગણાવ્યું, કોંગ્રેસે વ્યક્તિગત ગણાવ્યું, શત્રુઘ્નએ કહ્યું જીભ લપસી ગઈ હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી : ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા- નેતા શત્રુઘ્ન સિન્હાએ ગઈકાલે મોહમ્મદ અલી ઝીણા વિશે એક એવું નિવેદન આપી દીધું હતું કે તેના કારણે વિવાદ છંછેડાઈ ગયો હતો. શત્રુઘ્નએ શુક્રવારે છિંદવાડામાં યોજાયેલી એક રેલીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા વિશે કહ્યું હતું કે ભારતના વિકાસમાં ઝીણાનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું અને કોંગ્રેસ તેમના સહિના મોટા નેતાઓની પાર્ટી છે. જોકે, 24 કલાકની અંદર વિવાદનો વંટોળ જોતા શત્રુઘ્નએ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું છે કે એતો જીફ લપસી ગઈ હતી હું મૌલાના આઝાદનું નામ લેવા ગયો એવામાં ઝીણા બોલાઈ ગયું.

    શત્રુઘ્નના નિવેદન બાદ ભાજપ ગેલમાં આવી ગયો હતો. બિહારી બાબુના નિવેદન પર બિહાર ભાજપે કહ્યું હતું કે બિહારના સંસ્કાર ઝીણાની તરફદારી કરી શકે નહીં. શત્રુઘ્ન સિન્હાએ તો ઝીણાને આઝાદીના નાયક પણ ગણાવની દીધા છે. સામા પક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચીદમ્બરમે એક નિવેદનમાં કહ્યું હતું કે એ નિવેદન સિન્હાનું વ્યક્તિગત નિવેદન હતું.

    આ પણ વાંચો :  મુસીબતમાં ગૌતમ ગંભીર, ચૂંટણી પંચના આદેશ પર દિલ્હીમાં FIR દાખલ

    બીજી બાજુ શનિવારે શત્રુઘ્ન સિન્હાએ આ સમગ્ર મામલે કહ્યું હતું કે મારી જીભ લપસી ગઈ હતી હું મૌલાના આઝાદ કહેવા માંગતો હતો પરંતુ મારાથી મોહમ્મદ અલી ઝીણા કહેવાય ગયું.

    આ પણ વાંચો :  PM મોદીએ કહ્યું, '35 વર્ષ સુધી ભિક્ષા માંગી જમ્યો, ખિચડી,પૌવા બનાવવા ગમે'

    શુક્રવારે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું ઝીણા આઝાદીના નાયક હતા અને કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલથી લઈને ઝીણાથી લઈને નહેરૂ, ઇંદિરા, સુભાષ, રાહુલ ગાંધીની પાર્ટી છે. આ દેશના વિકાસમાં ઝીણાનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું અને એટલે જ આપણે આજે અહીંયા છીએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, Shatrughan Sinha

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन