કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે શશી થરૂરને હત્યાનાં આરોપી કહ્યા અને...

શશી થરૂર (ફાઈલ તસવીર)

થોડા દિવસો પહેલા શશી થરૂરે રવિ શંકર પ્રસાદને લિગલ નોટિસ મોકલી હતી અને માંગણી કરી હતી કે, રવિ શકંર હત્યાનાં આરોપી કહેવા બદલ તેમની માફી માંગે.”

 • Share this:
  કોંગ્રેસનાં નેતા અને સાંસદ શશી થરૂરે કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદ સામે બદનક્ષીનો દાવો માંડ્યો છે. કેમ કે, પ્રસાદે થરૂરને હત્યાનાં આરોપી કહ્યા હતા. શશી થરૂરે થિરુવનથપુરમ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે.

  રવિ શંકર પ્રસાદે ઓક્ટોબર મહિનામાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, શશી થરુર હત્યાના આરોપ છે અને..
  થરૂરે આ અગાઉ મોદીને શીવલિંગ પર બેઠેલા વિંછી સાથે સરખાવ્યા હતા અને આ માટે રવિ શંકરે થરૂરને મોદીની માંફી માંગવા માટે કહ્યું હતું.

  થોડા દિવસો પહેલા શશી થરૂરે રવિ શંકર પ્રસાદને લિગલ નોટિસ મોકલી હતી અને માંગણી કરી હતી કે, રવિ શકંર હત્યાનાં આરોપી કહેવા બદલ તેમની માફી માંગે”.

  સુનંદા પુષ્કર કેસ: પટિયાલા હાઉસ કોર્ટે શશી થરૂરને આપ્યા આગોતરા જામીન

  આ પહેલા શશી થરૂરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, જ્યારે કાયદા મંત્રી વિપક્ષનાં નેતાઓ સામે હત્યાના કેસની શોધ કરે છે ત્યારે તેમની પાસે ન્યાય અને લોકશાહીની અપેક્ષા કોણ રાખે ?”

  જો કે, રવિ શંકર પ્રસાદે હત્યાનાં કયા કેસની વાત કરી હતી તેની કોઇ ચોખવટ કરી નહોતી. જો કે, બધાને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે, તેઓ શશી થરૂરનાં પત્નિ સુનંદા પુષ્કરના મૃત્યુની વાત કરે છે. 2014નાં વર્ષમાં સુનંદા પુષ્કરનું શંકાસ્પદ હાલતમાં દિલ્હીની હોટેલમાં મોત નિપજ્યું હતુ અને દિલ્હી પોલીસે શશી થરૂરને આરોપી તરીકે ગણ્યા હતા.

  RSS માટે શિવલિંગ પર બેઠેલા વીછી જેવા છે પ્રધાનમંત્રી મોદી: શશિ થરુર 
  Published by:Vijaysinh Parmar
  First published: