Home /News /national-international /કોંગ્રેસની કાર્યશૈલીથી ખુશ હોવ તો ખડગેને ચૂંટો, પરિવર્તન ઈચ્છતા હોવ તો મને ચૂંટો: શશિ થરુર

કોંગ્રેસની કાર્યશૈલીથી ખુશ હોવ તો ખડગેને ચૂંટો, પરિવર્તન ઈચ્છતા હોવ તો મને ચૂંટો: શશિ થરુર

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પર થરુરનું નિવેદન

Congress President Election:શશિ થરુરે કહ્યુ કે, ગાંધી પરિવાર અને કોંગ્રેસનું ડીએનએ એક જ છે. કોઈ પણ પાર્ટી અધ્યક્ષ એટલો મૂર્ખ નહીં હોય, જે ગાંધી પરિવારને ગુડબાય કહી દે. તે અમારા માટે બહું મોટી સંપત્તિ છે.

    નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે. કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન અથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ શનિવારે જાણકારી આપી છે કે પાર્ટી અધ્યક્ષ પદ માટે બે જ ઉમેદવાર મેદાનમાં છે. શશિ થરુર અને મલ્લિકાર્જૂન ખડગે. કેએન ત્રિપાઠીનું નામાંકન રદ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ શશિ થરુરે કોંગ્રેસ નેતાઓને કહ્યુ હતું કે, "જો આપ કોંગ્રેસની કાર્યશૈલીથી ખુશ છો, તો આપ મલ્લિકાર્જૂન ખડગે સાહેબને ચૂંટો, પણ જો આપ પરિવર્તન લાવવા માગો છો, તો મને ચૂંટો."

    કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે કેએન ત્રિપાઠીનું નામાંકન રદ થયા બાદ થરુરે કહ્યું કે, મને એ જાણીને ખુશી થઈ કે, ખડગે સાહેબ અને હું જ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મિત્રતાની આ જંગમાં સામેલ છીએ. આ લોકતાંત્રિક પ્રક્રિયાથી પાર્ટી અને અમારા સહયોગીઓને લાભ થવાની આશા છે.

    આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઃ થરુરનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું- કોઈ નથી ટક્કરમાં, ગાંધી પરિવારનો સપોર્ટ મારી સાથે

    ગાંધી પરિવાર અને કોંગ્રેસ ડીએનએ એક- થરુર


    શનિવારે કોંગ્રેસ નેતા શશિ થરુરે જણાવ્યું હતું કે, આ જંગ નથી, પાર્ટી કાર્યકર્તાઓને પસંદ કરવા દો. આ જ મારો મેસેજ છે. હું કહેવા માગુ છુ કે, જો આપ પાર્ટીની કાર્યશૈલીથી ખુશ છો, તો ખડગે સાહેબને ચૂંટો, પણ જો પરિવર્તન લાવવા માગો છો, તો મને પસંદ કરો. પણ તેમાં કોઈ વિચારધારાની સમસ્યા નથી. તેમણે કહ્યુ કે, ગાંધી પરિવાર અને કોંગ્રેસનું ડીએનએ એક જ છે. કોઈ પણ પાર્ટી અધ્યક્ષ એટલો મૂર્ખ નહીં હોય, જે ગાંધી પરિવારને ગુડબાય કહી દે, તે અમારા માટે બહું મોટી સંપત્તિ છે.

    હું ખાલી પાર્ટીને મજબૂત કરવા માગું છું


    કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહેલા શશિ થરુરે શનિવારે ચૂંટણીને લઈને કહ્યું કે, જેવું કોંગ્રેસમાં લોકતંત્ર છે, તેવું કોઈ અન્ય પાર્ટીમાં નથી. જ્યારે અધ્યક્ષ પદની ચૂંટણી ઘોષિત થઈ હતી, ત્યારથી મારી ઈચ્છા ચૂંટણી લડવાની રહી છે. મેં એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેમાં મેં જણાવ્યું છે કે, ચૂંટણી પાર્ટી માટે સારી બાબત છે. તેના કારણો પણ બતાવ્યા છે. ત્યાર બાદ કેટલાય લોકોએ મને ચૂંટણી લડવા કહ્યું. હું ફક્ત પાર્ટીને સશક્ત કરવા માગુ છું.

    ચૂંટણીમાં થરુર અને ખડગે જ ઉમેદવાર


    કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા ઉતરેલા સાંસદ શશિ થરુરે શનિવારે કહ્યું કે, તે કોંગ્રેસમાં પરિવર્તનનો અવાજ બનવા માગે છે. તેમણે કહ્યું કે, તે ફક્ત ઈચ્છે છે કે, કોંગ્રેસ સશક્ત થાય. તેઓ લોકોને પાર્ટીનો અલગ ચહેરો બતાવા માગે છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થનારી ચૂંટણીમાં ફક્ત શશિ થરુર અને મલ્લિકાર્જૂન ખડગે જ ઉમેદવાર છે. ત્રીજા ઉમેદવાર કેએન ત્રિપાઠીનું નામાંકન તેમના હસ્તાક્ષરનો મેળ ન થવાના કારણે રદ કરી દેવામાં આવ્યું છે. આ જાણકારી કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન અથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ આપી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Shashi Tharoor, કોંગ્રેસ

    विज्ञापन
    विज्ञापन