Home /News /national-international /શશિ થરૂરે ફરી PM મોદીની પ્રશંસા કરી, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા

શશિ થરૂરે ફરી PM મોદીની પ્રશંસા કરી, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી PM મોદીની પ્રશંસા કરી છે.

શશિ થરૂરે (Shashi Tharoor) પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ પોતાની આગવી ચમક ફેલાવી છે. તેમણે પોતાને પટેલની જેમ જ કઠોર અને નિર્ણાયક કામગીરી કરનારા નેતા તરીકે દુનિયા સામે રજૂ કર્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. કોંગ્રેસ (Congress) સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) ફરી એક વખત પાર્ટી લાઈનથી બહાર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) એક રાષ્ટ્રીય અપીલ હતા અને ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા, એ જ રીતે નરેન્દ્ર મોદીની પણ છબી છે. શશિ થરૂરે વડાપ્રધાન મોદીને એક ચતુર રાજનેતા કહ્યા છે. શશિ થરૂરે આ વાતો પોતાના પુસ્તક ‘Pride, Prejudice and Punditry: The Essential Shashi Tharur ’માં જણાવી છે.

શશિ થરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ પોતાની આગવી ચમક ફેલાવી છે. તેમણે જણાવ્યું કે આની શરૂઆત 2014માં થઈ ગઈ હતી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાસત પર આક્રમક રીતે દાવો કર્યો હતો.

તેમણે લખ્યું કે મોદીએ દેશભરના ખેડૂતોને સરદાર પટેલની 600 ફૂટ ઊંચી પ્રતિમા માટે લોખંડનું દાન કરવાની અપીલ કરી હતી. સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે અને અને તેની સામે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ વામણું સાબિત થાય છે. થરૂરે લખ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાને પટેલની જેમ જ કઠોર અને નિર્ણાયક કામગીરી કરનારા નેતા તરીકે દુનિયા સામે રજૂ કર્યા છે.

આ પણ વાંચો: PM મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા, બાઈડન અને બોરિસ જોનસનને પાછળ છોડી બન્યા નંબર વન

શશિ થરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું, સરદાર પટેલે જે રીતે રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળના વ્યક્તિ એમ બંને તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું, તે જ રીતે ગુજરાતીઓમાં પટેલ પછી મોદી જેવો સંદેશ ગુંજે છે. તેમણે એ પણ લખ્યું છે કે આ વક્રોક્તિ છે કે મોદી જેવા સ્વયં-ઘોષિત હિન્દુ રાષ્ટ્રવાદી પોતાને ગાંધીવાદી નેતા માને છે જ્યારે મહાત્મા ગાંધીએ ક્યારેય ભારતીય રાષ્ટ્રવાદને ધાર્મિક લેબલ સાથે જોડ્યો નથી. તેમણે લખ્યું કે મહાત્મા ગાંધીની જેમ સરદાર પટેલ પણ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે સમાન અધિકારમાં માનતા હતા.

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ કર્યું ફાયરિંગ, પોલીસ કોન્સ્ટેબલની કરી હત્યા

પુસ્તકમાં શશિ થરૂરે અટલ બિહારી વાજપેયી દ્વારા જે વાત કહેવામાં આવી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રને નહેરુના આદર્શો માટે પોતાને સમર્પિત કરવા માટે આહ્વાન કર્યું હતું. થરૂરે લખ્યું છે કે, વાજપેયીએ નહેરુ માટે 'એકતા, અનુશાસન અને આત્મવિશ્વાસ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે નરેન્દ્ર મોદી ક્યારેય નહીં કરી શકે.
First published:

Tags: Pm narendr modi, Sardar Vallabhbhai Patel, Shashi Tharoor, કોંગ્રેસ