'ગીરા મૈં જો, ઉઠાને...,' ઈજાના બીજા દિવસે થરૂર ચૂંટણી પ્રચારના કામે લાગ્યા

News18 Gujarati
Updated: April 17, 2019, 9:55 AM IST
'ગીરા મૈં જો, ઉઠાને...,' ઈજાના બીજા દિવસે થરૂર ચૂંટણી પ્રચારના કામે લાગ્યા
શશિ થરૂર, રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શશિ થરૂરની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ કેરળની મૂડી છે.

  • Share this:
તિરુવનંતપુરમ : મંગળવારે એક ચૂંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતા શશિ થરૂરના ખૂબ વખાણ કર્યા હતા. એક દિવસ પહેલા જ માથામાં ઈજા પહોંચી હોવા છતાં શશિ થરૂર ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા. શશિ થરૂર તિરુવનંતપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, રાહુલએ મંગળવારે આ બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન શશિ થરૂર માથા પર સાફો બાંધીને હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રચારમાં જોડાયા બાદ શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, "ગિરા મૈં જો, ઉઠાને દેશ કી આવામ આ ગઈ/ દુઆ કા શુક્રિયા લોગો, દુવાએ કામ આ ગઈ."

ચૂંટણી સંબોધન દરમિયાન શશિ થરૂરે જણાવ્યું હતું કે, "થરૂરને જ્યારે ઈજા પહોંચી હતી ત્યારે હું ખૂબ જ ચિંતિત હતો. તેઓ મેદાનમાં પરત ફર્યા હોવાનું જાણીને મને આનંદ થયો છે. આ તેમનો જુસ્સો બતાવે છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે હું તમને કહું છું કે તેઓ સંસદમાં બહું સારી રીતે તમારું પ્રતિનિધિત્વ કરશે. તેઓ સંસદમાં તમારા માટે બોલે છે. તેઓ કેરળની મૂડી છે."

નોંધનીય છે કે માથામાં ઈજા બાદ શશિ થરૂરને તિરુવનંતપુરમની મેડિકલ કોલેજના આઈસીયુ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં જરૂરી સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ સમયે કેરળમાં હાજર રહેલા રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લીધી હતી.

નિર્મલા સિતારમણની મુલાકાતની તસવીર શશિ થરૂરે ટ્વટિર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "ભારતીય રાજકારણમાં ભાગ્યે જ શિષ્ટતાના ગુણ જોવા મળે છે, પરંતુ તેણીએ (નિર્મલા સિતારમણ) આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેનો મને આનંદ છે."

નોંધનીય છે કે કેરળના એક મંદિર ખાતે "તુલાભરમ" વિધિ દરમિયાન શશિ થરૂરને માથામાં ઈજા પહોંચી હતી. આ વિધિમાં વ્યક્તિને ફૂલ, ફળ, અનાજ કે બીજી કોઈ વસ્તુ સાથે જોખવામાં આવે છે. આ વસ્તુનું બાદમાં દાન કરવામાં આવે છે. તુલાભરમ વિધિ દરમિયાન શશિ થરૂર એક છાબડામાં બેઠા હતા ત્યારે વજન કાંટાનો હુક તૂટીને તેમના માથા પર પડ્યો હતો. જેના કારણે તેમના માથામાં ઈજા પહોંચી હતી.
First published: April 17, 2019, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading