Corona Vaccine- દેશમાં કોરોના સંક્રમણની (Corona Infection)સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઝડપથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સીન (Vaccine)લગાવવામાં આવી છે
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણની (Corona Infection)સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઝડપથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સીન (Vaccine)લગાવવામાં આવી છે. ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની હવે કોંગ્રેસ (Congress)નેતા શશિ થરુરે (Shashi Tharoor) પણ પ્રશંસા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ (cowin app)માટે શરૂ કરવામાં આવેલા Cowinની કોંગ્રેસના નેતા શશિ થરુરે પ્રશંસા કરી છે.
કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરતા કહ્યું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કાંઇક સારું કરે છે તો હું હંમેશા તેની પ્રશંસા કરું છું અને તેમના સારા કામના વખાણ કરું છું. હું સરકારની #Cowinનો મોટો ટિકાકાર રહ્યો છું પણ હું કહેવા માંગીશ કે તેમણે કેટલીક ચીજો ઘણી સારી કરી છે. તમે @WhatsApp નંબર 90131 51515 પર સંદેશો મોકલાવો તો તમને એક ઓટીપી મળશે. જે પછી તમે પોતાનું ટિકાકરણ પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઘણું સરળ અને ઝડપી છે.
I’ve always acknowledged & praised the Government when it merits it. As a critic of #Cowin, let me say they’ve done something terrific. Send a @WhatsApp message “download certificate” to 90131 51515, receive OTP & get your vaccination certificate back by @WhatsApp. Simple&fast!
તમને જણાવી દઈએ તે બે દિવસ પહેલા ભારતે 50 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવાનો આંકડો પૂરો કરી લીધો છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારી સામે ભારતની લડાઇએ નવી ઉંચાઇ મેળવી લીધી છે. દેશમાં હવે ટિકાકરણના મામલમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે કોવિડ-19 સામે લડાઇમાં ભારતે આજે એક નવી સિદ્ધિ મેળવી છે. 50 કરોડનો આંકરો પાર કરી લીધો છે. આ સંખ્યાને આગળ વધારતા આપણે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આપણા નાગરિકોને ‘સબકો ટિકા મુફ્ત ટિકા’કાર્યક્રમ અંતર્ગત તેનો લાભ મળે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર