Home /News /national-international /મહિલા સાંસદો સાથે સેલ્ફી શેર કરી શશી થરૂરે કહ્યું, 'કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી'
મહિલા સાંસદો સાથે સેલ્ફી શેર કરી શશી થરૂરે કહ્યું, 'કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી'
શશિ થરૂરની આ તસવીર પર થઈ રહ્યો છે જોરદાર વિવાદ (તસવીર-Twitter)
Congress MP Shashi Tharoor Selfie with Woman's MP: કોંગ્રેસ સાંસદ શશી થરૂર (Shashi Tharoor) લોકસભા (loksabha)માં 6 મહિલા સાંસદો સાથે સેલ્ફી લેતા વિવાદમાં ફસાયા છે. વાસ્તવમાં આ તસવીર ટ્વિટર (twitter) પર પોસ્ટ કરતાં શશી થરૂરે લખ્યું હતું કે, "કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી. આ ટ્વીટથી ઘણા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા છે.
નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ શશી થરૂર ક્યારેક પોતાના નિવેદનથી તો ક્યારેક ટ્વીટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તિરુવનંતપુરમના લોકસભા સભ્ય શશી થરૂર ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સાથે યુઝર્સના નિશાને આવી ગયા છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં કોંગ્રેસ નેતા શશી થરૂરે આજે સવારે ટ્વિટર પર છ મહિલા સાંસદો સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી, જે પછી યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકોએ મહિલાઓ વિશેની તેમની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા. બાદમાં આ મામલો વધતાં શશી થરૂરે અન્ય એક ટ્વીટમાં માફી માંગી હતી.
વાસ્તવમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂરે આજે સવારે સંસદમાં છ મહિલા સાંસદો સાથે લીધેલી સેલ્ફી ટ્વિટર પર પોસ્ટ કરી હતી, જેમાં ટીએમસીની નુસરત જહાં (Nusrat Jahan),એનસીપીની મિમી ચક્રવર્તી (Mimi Chakraborty),સુપ્રિયા સુલે (Supriya Sule),કોંગ્રેસની પરનીત કૌર અને ડીએમકેના મહિલા સાંસદનો સમાવેશ થાય છે અને લખ્યું છે કે, "કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી."
શશી થરૂરની પોસ્ટ પર વિવાદ વધવા લાગ્યો હતો અને તે અંગે વિવાદ વધવા લાગ્યો હતો. વપરાશકર્તાઓએ તેમને નિશાન બનાવ્યા. ઘણી મહિલા વપરાશકર્તાઓએ આ પોસ્ટ પર શશી થરૂરની મહિલાઓ વિશેની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા.
વિદ્યા નામના એક યુઝરે લખ્યું કે, લોકસભાને આકર્ષક બનાવવા માટે મહિલાઓ ડેકોરેટિવ આઇટમ નથી, તે સાંસદ છે અને તમે તેમનું અપમાન કરી રહ્યા છો. બીજી તરફ અલિશા રહેમાન સરકારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, એ સાચું છે કે મહિલાઓ માત્ર ગ્લેમર વધારવા માટે લોકસભામાં ચૂંટાય છે. તેથી જ કેટલાક પક્ષો મહિલા અનામત બિલ પર આગ્રહ કરી રહ્યા છે.
The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે તેમના પોસ્ટ માટે ટ્રોલ થયા બાદ માફી માંગી હતી. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "સેલ્ફી (મહિલા સાંસદોની પહેલ પર લેવામાં આવી હતી) અને તેનો હેતુ રમૂજ હતો અને તેમણે જ મને આ જ ભાવનાથી ટ્વીટ કરવાનું કહ્યું હતું. મને અફસોસ છે કે કેટલાક લોકોને તે ખરાબ લાગ્યું. પરંતુ મને આ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કામ કરવું ગમે છે."
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર