ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં સાપ નીકળવાનો video ફરી થયો Viral, શ્રાવણમાં આસ્થાની નજરે જોવે છે ભક્તો

વાયરલ વીડિયો પરથી તસવીર

Mahakaal temple: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જુલાઈ મહિનાના સોમવારે શિવલિંગની સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી.

 • Share this:
  ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશમાં (Madhya pradesh news) આવેલા ઉજ્જૈનના (Ujjain news) મહાકાલ મંદિરમાં (Snake in Mahakaal temple viral video) અંદર અચાનક સાપ નીકળ્યો હતો. સાપ (Snake) આશરે પાંચ ફૂટ લાંબો હતો. તેને જોઈને સ્ટાફમાં હડકંપ મચી ગઈ હતી. સદનસીબે આ સમયે શ્રદ્ધાળુઓ અંદર ન્હોતા. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની (shivaling) સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના જુલાઈ મહિનામાં ઘટી હતી. જોકે, અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો (shravan mas) ચાલી રહ્યો છે ત્યારે ભક્તોમાં ફરી આ વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે. ભક્તો આ વીડિયોમાં ભગવા શિવશંકર શંભુ ભોળાનાથ દેવોદેવ મહાદેવનો (lord shiva, mahadev) ચમત્કાર માની રહ્યા છે.

  જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી. મંદિરની સુરક્ષા માટે હાજર બીએસએફના (BSF) એક જવાને સાપને પકડીને મંદિર પરિસરમાંથી બહાર મૂકી આવ્યો હતો.

  સાપ નીકળવાનો વીડિયો જેવો વાયરલ થયો ત્યારે ભક્તો તેને આસ્થાની નજરે જોવા લાગ્યા હતા. સોમવારના દિવસે સાપને જોઈને ભગવાન મહાકાને જોડવા લાગ્યા હતા. જોકે, પાછળથી જાણવા મળ્યું કે સાપ સોમવારે નહીં પરંતુ રવિવારે રાત્રે નીકળ્યો હતો. આ સમયે મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ હતો જેથી કોઈ જાનહાની થઈ ન્હોતી.

  કાળ ભૈરવના સ્થાનકે સાપ નીકળવાનો આ વીડિયો રવિવાર રાત્રે શયન આરતીનો છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ હતો. આ સમયે સાપ દેખાયો. જો સાપ એવા સમયે નીકળતો કે શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરે છે તો મુશ્કેલી ઉભી થઈ શકી હોત.  સાપ ગણેશ મંડપમમાં શ્રદ્ધાઓની લાઈમાં લાગવાની જગ્યાએ નીકળ્યો હતો. જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ ઉભા રહીને ભગવાન મહાકાલ સામે જવા માટે રાહ જોતા હોય છે. આ પહેલા પણ પ્રસિદ્ધ કાળભૈરવ મંદિરમાં પણ સાપ નીકળ્યો હતો.

  આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

  આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

  જ્યારે સાપ સતત ત્રણ દિવસ સુધી નીકળ્યો તો શ્રદ્ધાળુ આને ભગવાનનો ચમત્કાર સમજીને પૂજા કરવા લાગ્યા હતા. કાલ ભૈરવ મંદિરના મુખ્ય દ્વારની પાસે રોજ આવીને બેસી જતો હતો. જેને શ્રદ્ધાળુ ચમત્કારના રૂપમાં જોતા હતા.
  Published by:ankit patel
  First published: