Home /News /national-international /Sharad Yadav: શરદ યાદવનો જન્મ મધ્યપ્રદેશના આ ગામમાં થયો હતો, એન્જિનિયરિંગમાં મેળવ્યો હતો ગોલ્ડ મેડલ

Sharad Yadav: શરદ યાદવનો જન્મ મધ્યપ્રદેશના આ ગામમાં થયો હતો, એન્જિનિયરિંગમાં મેળવ્યો હતો ગોલ્ડ મેડલ

શરદ યાદવનો જન્મ MPના આ ગામમાં થયો હતો, એન્જિનિયરિંગમાં મેળવ્યો હતો ગોલ્ડ મેડલ

Sharad Yadav Passed Away: જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 12 જાન્યુઆરીએ નિધન થઈ ગયું છે. તેમનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો પરંતુ તેઓ બિહારના રાજકારણમાં સક્રીય રહ્યા હતા. તેમનો જન્મ 1 જુલાઈ 1947માં થયો હતો, એન્જિનિયરિંગમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

વધુ જુઓ ...
  ભોપાલઃ દેશના દિગ્ગજ નેતા અને જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 12 જાન્યુઆરીએ નિધન થયું છે. તેઓ 7 વખત લોકસભા અને 4 વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. બિહારમાં ભલે શરદ યાદવની રાજકીય કારકિર્દીનું ઘર રહ્યું હોય, પરંતુ તેઓનો પરિવાર અને સામાજિક સંબંધ મધ્યપ્રદેશ સાથે થયો રહ્યો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના નર્મદાપુર (હોશંગાબાદ) જિલ્લાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓનો જન્મ જિલ્લાના એક નાનાકડા ગામ આંખમઉમાં થયો હતો.

  1 જુલાઈ 1947 પહેલા જન્મેલા શરદ યાદવે રાજકીય જીવનમાં એક અલગ ઓળખ બનાવી હતી, શરદ યાદવે રાજકારણમાં ત્યારે રસ લેવાનું શરુ કર્યું જ્યારે 1971માં જબલપુર એન્જિનિયરિંગ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તેમણે અહીંથી ચૂંટણી લડી અને વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. આ પછી રાજકારણ જ તેમનું કરિયર બની ગયું હતું. આ પછી તેમણે પાછળ વળીને જોયું નથી.

  આ પણ વાંચોઃ ઉત્તરાયણ પર પવન કેવો રહેશે? હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

  એન્જિનિયરિંગમાં મળ્યો હતો ગોલ્ડ મેડલ


  માત્ર રાજકારણમાં જ નહીં તેઓ ભણવામાં પણ આગળ રહ્યા હતા, તેમણે રામ મનોહર લોહિયાને પોતાના આદર્શ માન્યા હતા. તેઓ તેમના વિચારોથી પ્રભાવિત રહ્યા હતા. આ કારણે તેમણે ઘણી વખત રામ મનોહર લોહિયાના આંદોલનમાં પણ જોડાયા હતા. રાજકીય જીવનમાં તેઓ ઘણી વખત મિસા (MISA) હેઠળ જેલમાં પણ ગયા હતા. મંડળ કમિશનની ભલામણને લાગુ કરવામાં શરદ યાદવનો મોટો હાથ છે.

  " isDesktop="true" id="1319039" >

  નાટકીય રીતે રાજકારણમાં કરી હતી એન્ટ્રી


  75 વર્ષેની ઉંમરે અંતિમ શ્વાસ લેનારા શરદ યાદવે નાટકીય રીતે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. જય પ્રકાશ નારાયણ 1974માં ઈન્દિરા ગાંધી સરકાર સામે આંદોલન શરુ કરી ચૂક્યા હતા. જેપી આંદોલને દેશમાં પક્કડ મજબૂત બનાવી લીધી હતી. આ સમયે મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ સાંસદના અચાનક મોત થયું અને જયપ્રકાશ નારાયણે પેટા ચૂંટણીમાં એક યુવા વિદ્યાર્થીને સંયુક્ત વિપક્ષના રૂપમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. 27 વર્ષના શરદ યાદવે કોંગ્રેસના ઉમેદવારને હરાવવાની સાથે ઈન્દિરા ગાંધીને નીચું બતાવીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી તેમણે પાછળ વળીને જોયું નહોતું.
  Published by:Tejas Jingar
  First published:

  Tags: Gujarati news, Indian Politics, JDU, JDU Leader, શરદ યાદવ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन