સોનિયા-પવાર વચ્ચે આજે બેઠક, મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે

News18 Gujarati
Updated: November 18, 2019, 8:34 AM IST
સોનિયા-પવાર વચ્ચે આજે બેઠક, મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે
સોનિયા ગાંધીની સાથેની મુલાકાતમાં શરદ પવાર મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકાર રચવા અંગે ચર્ચા કરશે

સોનિયા ગાંધીની સાથેની મુલાકાતમાં શરદ પવાર મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકાર રચવા અંગે ચર્ચા કરશે

  • Share this:
પુણે : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)એ કહ્યું છે કે તેમના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવા મુદ્દે ચર્ચા માટે સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરશે.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિક (Nawab Malik)એ અહીં પવારના નિવાસ્થાન પર પાર્ટીની કોર કમિટીની બેઠક બાદ રવિવાર સાંજે આ જાહેરાત કરી. મલિકે કહ્યુ કે, કોર કમિટીનો વિચાર હતો કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન (President Rule) સમાપ્ત થવું જોઈએ અને રાજ્યમાં એક 'સરકાર'ની રચના કરવી જોઈએ.

કૉંગ્રેસ-શિવસેના-એનસીપી સરકાર રચવાના પ્રયાસોમાં

મુખ્યમંત્રી પદની ખુરશી માટે બીજેપી (BJP) અને શિવસેના (Shivsena)ની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બાદ એનસીપી, શિવસેનાની સાથે સંભવિત ગઠબંધન માટે પોતાની સહયોગી કૉંગ્રેસ (Congress)ની સાથે વાત કરી રહી છે. મલિકે કહ્યુ કે, અમે રાજ્યની હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી અને અમે એ નિર્ણય પર પહોંચ્યા કે રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થવું જોઈએ અને એક વૈકલ્પિક સરકારની રચવા કરવી જોઈએ.

તેઓએ કહ્યુ કે, શરદ પવાર અને સોનિયા ગાંધી સોમવારે મુલાકાત કરશે અને મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચનાની શક્યતા પર ચર્ચા કરશે. તેઓએ કહ્યુ કે, મંગળવારે એનસીપી અને કૉંગ્રેસના (અન્ય) નેતા મુલાકાત કરશે અને ભવિષ્યની રણનીતિ પર વિચાર-વિમર્શ કરશે.

મંત્રાલયનો ડ્રાફ્ટ પણ તૈયારસૂત્રો મુજબ, ત્રણેય પાર્ટીઓની વચ્ચે મંત્રાલયોની વહેંચણી વિશે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તે મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરે સરકાર નહીં બન્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્ર પદના મુદ્દાને લઈ બીજેપી અને શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારબાદ શિવસેના હવે કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળી સરકાર રચવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલા રિપોર્ટ બાદ મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું જેમાં તેઓએ કહ્યુ હતું કે તેમના દ્વારા તમામ પ્રયાસ કરવાં છતાંય રાજ્યમાં હાલની સ્થિતિને જોતાં સ્થિર સરકારની રચના અસંભવ છે.

આ પણ વાંચો,

NDAની બેઠકમાં મહારાષ્ટ્રની અસર જોવા મળી, PM મોદીએ કહ્યું - નાના મતભેદો દૂર કરવામાં આવે
આ મહિલા પોલીસ અધિકારીએ મુંડન કરાવ્યું, કારણ જાણી તમે પણ કરશો વખાણ
First published: November 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading