શરદ પવારનો ખુલાસો - PM મોદીએ દીકરી સુપ્રિયાને મંત્રી બનાવવાની ઑફર આપી હતી

News18 Gujarati
Updated: December 2, 2019, 11:52 PM IST
શરદ પવારનો ખુલાસો - PM મોદીએ દીકરી સુપ્રિયાને મંત્રી બનાવવાની ઑફર આપી હતી
શરદ પવારે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સાથે કામ કરવાની ઑફર આપી હતી.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે ખુલસો કર્યો છે કે પી.એમ. મોદીએ રાષ્ટ્રપતિ બનાવવાની ઑફર ક્યારેય નહોતી આપી.

  • Share this:
મુંબઈ : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (NCP) સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે વડાપ્રધાન મોદી (Narendra Modi)એ સાથે મળીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જોકે, તેમણે એમના પ્રસ્તાવને ફગાવ્યો હતો. એક મરીઠા ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્યારેય રાષ્ટ્રપતિ બનાવવાની ઑફર કરી નથી.

મોદીએ રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ નહોતો આપ્યો


શરદ પવારે કહ્યું હતું કે 'વડાપ્રધાન મોદીએ ક્યારેય રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો નહતો. જોકે, તેમણે દીકરી સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ઑફર કરી હતી. ' શરદ પવારે આ વાત શોશિયલ મીડિયાની અટકળો અને સરકારની રચનાની સંભાનાઓના સવાલ પર કરી હતી.

સાથે કામ કરવું મારા માટે શક્ય નથી : પવાર
તેમણે ઉમેર્યુ કે, 'મારા માટે સાથે કામ કરવું ક્યારેય શક્ય નહોતું. વડાપ્રધાન મોદીએ સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મેં જણાવ્યું હતું કે આપણા વ્યક્તિગત સંબંધો ખૂબ સારા છે પરંતુ મારા માટે સાથે કામ કરવું શક્ય નથી. '

'અજિતના પગલાંથી પરિવાર ખુશ નહોતુ'

શરદ પવારે જણાવ્યું કે 'અજિતા પગલાંથી પરિવાર ખુશ નહોતું. મેં તેને જણાવ્યું હતું કે તેણે જે પગલું ભર્યુ છે તે ક્ષમ્ય નથી. જે કોઈ પણ આવું કરશે તેણે પરિણામ ભોગવવું પડશે અને તેમાં પણ અપવાદ નથી. '

પીએમ મોદી અનેક પાર શરદ પવારની પ્રસંશા કરી ચુક્યા છે

વડાપ્રધાન મોદી અનેક વાર શરદ પવારની પ્રસંશા કરી ચુક્યા છે. તેમણે તાજેતરમાંજ લોકસભાના સદનમાં જણાવ્યું હતું કે તમામ દળોએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પાસેથી શીખ લેવી જોઈએ. શરદ પવારે જણાવ્યું હતું કે '28મી નવેમ્બરે અજિત પવારને શપથ ન લેવડાવાનો નિર્ણય જાણી જોઈને લેવામાં આવ્યો હતો'

 
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading