ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને જોતાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યાં છે. કેન્દ્રની ભાજપ સરકારને સત્તા વિહોણી કરવા માટે કોંગ્રેસ સહિતની વિવિધ પાર્ટીઓ સાઠગાંઠમાં પડી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ એક સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યાં જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને વાતચીત આગળ વધી રહી છે.
એનસીપીના પ્રમુખ શરદ પવારે ન્યૂઝ18 સાથે વાતચીતમાં કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગ અંતિમ તબક્કામાં છે. અમારી વચ્ચે મહારાષ્ટ્રની 48 લોકસભા સીટમાંથી 45 સીટો પર સમજૂતી થઇ છે.
પવારે કહ્યું કે, એનસીપી તેના ક્વોટામાંથી એક સીટ રાજુ શેટ્ટીના સ્વાભિમાની શેતકરી સંગઠનને આપશે, જ્યારે કોંગ્રેસ પોતાા ભાગની કેટલીક સીટો વામ દળો માટે છોડશે.
ત્યાં જ પૂર્વ સીએમ શરદ પવારે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) સાથે ગઠબંધનની અટકળોને પણ નકારી હતી. શરદ પવારે કહ્યું કે, રાજ ઠાકરે સાથે અમે કોઇ ગઠબંધન નથી કરી રહ્યાં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી અને રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી ગઠબંધનના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી અને પવારની આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર