મુંબઈઃ BMC તરફથી બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)ની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદથી કંગના રનૌટે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી ઉપર આકરા આક્ષેપો કર્યા છે. બુધવારે કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પણ વીડિયો જાહેર કરી સંદેશ આપ્યો હતો. ત્યારબાદ એનસીપી (NCP) અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) અને શિવસેના પ્રમુખ તથા CM ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી. આ બેઠકમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તમામ મુદ્દાઓની સાથે જ કંગના રનૌટ મામલા ઉપર પણ ચર્ચા થઈ.
મળતી જાણકારી મુજબ, બેઠકમાં કંગના મામલા પર કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી BMC તરફથી કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર સરકારનો કોઈ સંબંધ નથી. એવામાં આ મામલાને વધુ મહત્ત્વ ન આપવામાં આવે. નોંધનીય છે કે, BMCની કાર્યવાહી બાદ શિવસેના લોકોને નિશાન પર આવી ગઈ છે. NCP પ્રમુખ શરદ પવારે પણ BMCની આ કાર્યવાહીને બિનજરૂરી જણાવી છે.
શરદ પવારે ઉદ્વવ ઠાકરે સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી
NCP અધ્યક્ષ શરદ પવારે બુધવારે અહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેથી તેમના સરકારી નિવાસ ‘વર્ષા’ પર મુલાકાત કરી. રાજ્યના સત્તારૂઢ ગઠબંધનથી બંને સહયોગીઓની વચ્ચે 50 મિનિટ સુધી બેઠક ચાલી. આ બેઠક હાઈકોર્ટ દ્વારા શિક્ષણ અને નોકરીઓમાં મરાઠીઓને અનામત આપવા સંબંધિત રાજ્યના 2018ના કાયદાનું ક્રિયાન્વયન પર રોક લગાવવાની પૃષ્ઠભૂમિમાં થઈ. BMCએ બુધવારે અભિનેત્રી કંગના રનૌટના બાંદ્રા સ્થિત ઓફિસના ગેરકાયદેસર હિસ્સાને ધ્વસ્ત કરી દીધો. ત્યારબાદ હિમાચલ પ્રદેશથી મુંબઈ પહોંચેલી કંગનાએ અનેક ટ્વિટ કર્યા અને વીડિયો જાહેર કરીને શિવસેના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પર જોરદાર બળાપો કાઢ્યો.
કંગનાએ કહ્યું હતું, આજે મારો ઘર તૂટ્યું છે, કાલે ઉદ્ધવ ઠાકેરનું ઘમંડ તૂટશે
કંગનાએ પોતાના એક વીડિયોને શેર કરીને કહ્યું છે કે "ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તું મૂવી માફિયા સાથે મળીને મારું ઘર તોડી મારાથી બહુ મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે કાલે તારું ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખશે બધુ એક જેવું નથી રહેતું." કંગનાએ આગળ કહ્યું કે આમ કરીને તે મારા પર મોટો ઉપકાર કર્યો છે કારણ કે આજે મને સમજાયું છે કે કાશ્મીરી પંડિત પર કેવું વીત્યું હશે.
ઉલ્લેખનીય છે કે આજે બીએમસીના 40થી વધુ કર્મચારીઓએ તેના પાર્લે સ્થિતિ આવેલા પ્રોડક્શન હાઉસમાં તોડફોડ કરી હતી. કંગનાના વકીલનો દાવો છે કે આ કાર્યવાહીમાં બીએમસીના કર્મચારીઓએ ખાલી સ્ટ્રક્ચર જ નથી તોડ્યું પણ કંગનાની ઓફિસની પર્સનલ વસ્તુઓ જેમ કે પેન્ટિંગ, ક્રોકરી અને ફર્નીચર પણ તોડ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર