નવી દિલ્હી : સંસદના મોનસૂન સત્ર (Monsoon Session 2021) શરૂ થવાના ઠીક પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે શનિવારે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ મુલાકાતની જાણકારી આપવામાં આવી છે. શરદ પવારની ઓફિસ તરફથી બતાવવામાં આવ્યું કે પીએમ મોદીના નિવાસ પર થયેલી આ બેઠક 57 મિનિટ સુધી ચાલી હતી.
કેટલાક લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી અને રાજનાથ સિંહ સાથે મુલાકાતની આડમાં મહારાષ્ટ્રના ઘણા વિપક્ષી નેતા પણ એનસીપી ચીફને મળ્યા હતા. જોકે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું હતું કે ઘણા લોકો ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ અને રક્ષા મંત્રી સાથે શરદ પવારની બેઠકોની પૃષ્ટભૂમિમાં મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓની તેમની સાથે મુલાકાત થઇ. આ ખોટું છે કે દિલ્હીમાં પવાર સાહેબ અને મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓની બેઠક થઇ છે.
કેટલાક દિવસો પહેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. આ પછી સમાચાર હતા કે વિપક્ષી દળ પવારને રાષ્ટ્રપતિ ઉમેદવારના રૂપમાં જોઇ રહ્યા છે. જોકે મહારાષ્ટ્રની રાજનીતિના વરિષ્ઠ નેતાએ આ પ્રકારની અટકળોને ફગાવી દીધી છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે આ કહેવું ખોટું હશે કે હું રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર છું. 80 વર્ષીય પવારે એ પણ સ્પષ્ટ કર્યું કે 2024ની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજનીતિક સ્થિતિ બદલી રહી છે.
ગુરુવારે પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી લખ્યું હતું કે આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મહાઅઘાડી સરકાર વચ્ચે સમન્વય સહિત ઘણા અન્ય મુદ્દા પર ચર્ચા થઇ હતી. ખાસ વાત એ છે કે છેલ્લા દોઢ મહિનામાં પવાર અને ઠાકરે વચ્ચે આ બીજી મુલાકાત છે.
" isDesktop="true" id="1115233" >
મહારાષ્ટ્રના સત્તાધારી ગઠબંધનમાં મુશ્કેલીઓના સમાચાર સામે આવી રહ્યા છે. આવામાં 19 જુલાઇથી શરૂ થઇ રહેલા મોનસૂત્ર સત્ર પહેલા પીએમ મોદી અને પવારની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર