શરદ પવારનો મોટો ખુલાસો : અજિત અને ફડણવીસ વચ્ચેની વાતચીત વિશે પહેલાથી જાણકારી હતી

એનસીપી પ્રમુખ શરદ પવારે અનેક નવા ખુલાસાઓ કર્યા (ફાઇલ તસવીર)

મેં ક્યારેય શિવસેનાની સાથે ગઠબંધન વિશે વિચાર્યું નહોતું : શરદ પવાર

 • Share this:
  મુંબઈ : બે દિવસોની અંદર બીજો મોટો ખુલાસો કરતાં રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ મંગળવારે કહ્યુ કે, તેમને ખબર હતી કે પાર્ટી નેતા અજિત પવાર (Ajit Pawar) બીજેપી (BJP) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)ના સંપર્કમાં છે. પવારે 23 નવેમ્બરે બીજેપીની સાથે હાથ મેળવીને પોતાના ભત્રીજા અજિત પવારે અચાનક લેવામાં આવેલા નિર્ણયથી પોતાને દૂર કરી દીધા હતા. પવારે સોમવારે કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ તેમણે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

  માત્ર 80 કલાકની અંદર જ પડી ગઈ હતી સરકાર

  ફડણવીસ અને અજિત પવારે 23 નવેમ્બરની સવારે ક્રમશ: મુખ્યમંત્રી અને નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, તે પણ એવા સમયે જ્યારે શિવસેસના, એનસીપી અને કૉંગ્રેસે પોતાના ગઠબંધનને લગભગ અંતિમ રૂપ આપી દીધું હતું અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના દાવેદાર નક્કી કર્યા હતા. અજિતે જોકે, 26 નવેમ્બરે રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ ફડણવીસે પણ રાજીનામું આપી દીધું હતું જેના કારણે સરકાર માત્ર 80 કલાકની અંદર પડી ગઈ હતી.

  પવારે જણાવ્યું કે, અજિત અને ફડણવીસ વચ્ચેની વાતચીત વિશે જાણકારી હતી

  શરદ પવારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું જાણતો હતો કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વાતચીત કરી રહ્યા છે પરંતુ તેનો એવો અર્થ નથી કે અજિતના રાજકીય પગલાં વિશે પણ મને ખબર હતી. પવાર જોકે અજિતને લઈ પોતાનું વલણ નરમ કરતાં જોવા મળ્યા અને કહ્યુ કે કૉંગ્રેસ નેતાઓની સાથે સરકાર રચવાને લઈ થઈ રહેલી વાતચીતની ગતિથી નાખુશ હતો અને સત્તાની ભાગીદારીને લઈ ખેંચતાણથી ખુશ નહોતો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યુ કે, તેઓએ ક્યારેય શિવસેનાની સાથે ગઠબંધન વિશે વિચાર્યું નહોતું.

  આ પણ વાંચો, શરદ પવારનો ખુલાસો - PM મોદીએ દીકરી સુપ્રિયાને મંત્રી બનાવવાની ઑફર આપી હતી

  પૂર્વ સહમતિનું સન્માન ન કરાયું

  તેઓએ કહ્યુ કે, અમે જાણતા હતા કે ચૂંટણી પહેલા ગઠબંધન (શિવસેના અને બીજેપીમાં મહરાષ્ટ્ર ચૂંટણી બાદ)માં ગંભીર મતભેદ ઊભા થયા હતા અને પૂર્વ સહમતિનું સન્માન નહોતું કરવામાં આવ્યું. શિવસેના નાખુશ હતી અને અમે ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. પવારે જોકે એ સ્પષ્ટ ન કર્યુ કે તેઓ કઈ 'પૂર્વ સહમતિ'નો સંદર્ભ આપી રહ્યા હતા. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ અને બીજેપી પર મુખ્યમંત્રી પદની ભાગીદારીનો વાયદાનું સન્માન ન કરવાનો આરોપ મૂક્યો હતો. પવારે કહ્યુ કે, શિવસેનાની સાથે ચૂંટણી પહેલા કોઈ વાતચીત નહોતી થઈ. અમે શિવસેના અને બીજેપીની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. તેમની સાથે જોડાવાનો કોઈ સવાલ જ નહોતો. પવારે કહ્યુ કે, તેમને આશા નહોતી કે અજિતે જેવો વ્યવહાર કર્યો એવું કરશે.

  આ પણ વાંચો, દેશમાં મહિલાઓ માટે ચિંતાજનક સ્થિતિ, દર 6 મિનિટમાં છેડતી અને 16 મિનિટમાં દુષ્કર્મની ઘટના

  ગતિવિધિ પાછળ એક પૃષ્ઠભૂમિ

  તેઓએ કહ્યુ કે, આ ગતિવિધિ પાછળ એક પૃષ્ઠભૂમિ છે. કેટલાક મુદ્દાઓને લઈ નહેરુ કેન્દ્રમાં મારી અને દિલ્હીથી આવેલા કૉંગ્રેસ નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. એક પળ માટે મને લાગ્યું કે આ ચર્ચામાં સામેલ ન રહેવું જોઈએ. અજિત પણ નાખુશ હતો અને તેણે મારા સહકર્મી સાથે વાત કરી કે આપણે કેવું કામ કરવા જઈ રહ્યા છીએ...સત્તાની ભાગીદારીને લઈ ખેંચતાણ હતી.

  વિભાગોને લઈ કોઈ ખેંચતાણ નહીં

  અજિત પવારે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં સામેલ થવાના સવાલ પર એનસીપી પ્રમુખે જણાવ્યું કે, વિધાનસભાનું શિયાળ સત્ર પૂરું થયા બાદ તેની પર પાર્ટી કોઈ નિર્ણય લેશે. પ્રદેશ સરકાર પાંચ વર્ષ ચાલશે, તે સવાલ પર પવારે કહ્યુ કે, સરકાર કાર્યકાળ પૂરો કરશે અને વિભાગોને લઈ કોઈ ખેંચતાણ નથી. તેઓએ કહ્યુ કે, સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે, ન કે કોઈ વિચારધારાથી.

  આ પણ વાંચો, રેલવેની મોટી ગિફ્ટ! હવે ટ્રેનના જનરલ કૉચમાં પણ રિઝર્વ સીટ મળશે, જાણો બુકિંગની પ્રોસેસ
  Published by:Mrunal Bhojak
  First published: