Home /News /national-international /ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શંકર મિશ્રા બેંગલુરુથી ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુક્યો

ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શંકર મિશ્રા બેંગલુરુથી ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુક્યો

shankar mishra

26 નવેમ્બરે એર ઈંડિયાની ફ્લાઈટ ન્યૂ યોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલો શખ્સ નશામાં ધૂત હતો અને તેણે 70 વર્ષિય વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો.

    નવી દિલ્હી: એર ઈંડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો આરોપ શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. 26 નવેમ્બરે એર ઈંડિયાની ફ્લાઈટ ન્યૂ યોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલો શખ્સ નશામાં ધૂત હતો અને તેણે 70 વર્ષિય વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો.



    પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. આરોપી લાંબા સમયથી ફરાર હતો. પોલીસે તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કર્યું હતું. 26 નવેમ્બરે એર ઈંડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા યાત્રી શંકર મિશ્રાએ 70 વર્ષિય મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354,294,509,510 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી.

    આ પણ વાંચો: ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા શંકર મિશ્રાને મોટો ઝટકો, લાખો રૂપિયાની નોકરી ખોવાનો વારો આવ્યો

    ગત 26 નવેમ્બરે એર ઈંડિયાની ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નશામાં ધૂત થઈને મહિલા પર પેશાન કરનારા શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. તેની કંપની વેલ્સ ફાર્ગોએ તેને ટર્નિમેનટ કરી દીધો છે.

    કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેલ્સ ફાર્ગો પોતાના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત રીતે ઉચ્ચ વ્યવહારની અપેક્ષા રાખે છે. અમને આ આરોપ ખૂબ જ પરેશાન કરનારા લાગી રહ્યા છે. આ શખ્સને વેલ્સ ફાર્ગોમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં પુરતો સહયોગ આપીશું.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन