મર્દો કપડાં ઉતારે અને શરમ મહિલાઓ અનુભવે!

મર્દો કપડાં ઉતારે અને શરમ મહિલાઓ અનુભવે!
પ્રતિકાત્મક તસવીર

સવારે જ્યારે હું સ્કૂલે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ પોતાનું પેન્ટ ખોલીને મારી સામે ઉભો હતો. મેં ખૂબ જ વિચિત્ર વસ્તુ જોઈ હતી. એ ખરેખર ડરાવનારી હતી.

 • Share this:
  મનીષા પાંડે : હું ત્યારે 11માં ધોરણમાં ભણતી હતી. સાંજ ઢળી હતી. બધા રૂમમાં બેઠાં હતા. હું રજાઈ ઓઢીને તસલીમા નસરીનું 'મહિલાઓના હકમાં' પુસ્તક વાંચી રહી હતી. આ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું હતું કે તે કેવી રીતે એક વખત સ્કૂલ જઈ રહી હતી ત્યારે વેરાન રસ્તામાં એક વ્યક્તિ તેની સામે પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું. બાદમાં તે સ્કૂલે જતાં ડરવા લાગી હતી.

  આમ તો આ આખું પુસ્તક આવી વાર્તાઓથી ભરેલું છે. આ પુસ્તકમાં મારી અને મારા જેવી અનેક છોકરીઓની કહાનીઓ કંડારાયેલી છે. જોકે, અત્યાર સુધી મને એ વાત ખબર ન હતી કે આવી વાતો લખી પણ શકાય છે. સ્કૂલની વાત વાંચીને મને મારા સ્કૂલની એક કહાની યાદ આવી ગઈ. આ કહાની મેં ક્યારેક કોઈને નથી કહી, એટલે સુધી કે મેં મારી જાતને પણ નથી કહી! એ સમાજમાં છોકરીઓનો ઉછેર જ કંઈક એ રીતે થતો હતો કે છોકરીઓને કહ્યા વગર જ ખબર પડી જતી હતી કે આ વાત કોઈને કહેવી જોઈએ નહીં.

  તસલીમાની કહાનીમાં નવી વાત એ ન્હોતી કે એક વ્યક્તિ છોકરી સામે પેન્ટ ખોલીને ઉભો રહી ગયો હતો. નવી વાત એ હતી કે આના દ્વારા માતા-પિતા, પરિવાર, અને સમાજ સામે સવાલો ઉભા કરવાનું હતું. કપડાં કોઈ બીજું ઉતારી રહ્યું હતું અને શરમ કોઈ અન્ય અનુભવી રહ્યું હતું. તેમાં એ ડર વિશે લખાયું હતું જે છોકરીના દિમાગમાં દરરોજ સ્કૂલે જતી વખતે રહેતો હતો. એ એકલાપણા વિશે લખવામાં આવ્યું હતું જે ફક્ત 10 વર્ષની બાળકીના ભાગે આવ્યું હતું, કારણ કે તે પોતાના ડર વિશે કોઈને જણાવી શકી ન હતી.

  નહીં તો સ્કૂલના રસ્તામાં એ દિવસે મારી સાથે પ્રથમ વખત અને ત્યાર બાદ અનેક વખત જે બન્યું તેનાથી હું ખુદ શરમ અનુભવતી હતી. હું પોતાની જાતથી જ ડરતી રહી. એ વખતે હું ફક્ત ચોથા ધોરણમાં ભણતી હતી. ઘરે આવીને હું દરરોજ સ્કૂલની નાની મોટી બધી વાતો મારી માતાને કરતી હતી. પરંતુ કહાનીનો એ હિસ્સો મેં છૂપાવી દીધો હતો. સવારે જ્યારે હું સ્કૂલે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ પોતાનું પેન્ટ ખોલીને મારી સામે ઉભો હતો. મેં ખૂબ જ વિચિત્ર વસ્તુ જોઈ હતી. એ ખરેખર ડરાવનારી હતી. ન તો મેં આના વિશે મારી માતાનો જણાવ્યું, ન તો તેને માલુમ પડ્યું કે તેની મોટી થઈ રહેલી દીકરી પર હિન્દુસ્તાનના સંસ્કારી મર્દોની મર્દાનગીના રંગો તલ્લીન થઈ રહ્યા છે.  આ 1990ની વાત છે. છેલ્લા 29 વર્ષમાં મેં આ વાત કોઈને નથી કહી. લખી પણ નથી. જોકે, એ બાદમાં મારી સાથે આવું એટલી વખત બન્યું કે ધીમે ધીમે કદાચ મને આની આદત પડી ગઈ હતી. પહેલા ડર લાગતો હતો, પછી ગુસ્સો આવવા લાગ્યો. બાદમાં ગુસ્સાની જગ્યા એક પીડાએ લીધી હતી, જે બાદમાં કાયમી બની ગયો હતો.

  કાલથી ઇન્ટરનેટ પર મુંબઈની એક છોકરીની પોસ્ટ વાયરલ થઈ રહી છે. તે મોડી રાત્રે પોતાના ઘરની પાસે એટીએમમાં પૈસા કાઢવા ગઈ હતી ત્યારે એક યુવક અંદર ઘૂસી ગયો હતો અને પોતાનું પેન્ટ ખોલીને પોતાની મર્દાનગી બતાવવા લાગ્યો હતો. મુંબઈ શહેરના ચર્ચગેટ સ્ટેશન પર બનેલા સબ-વેમાં એક વ્યક્તિએ મારી આવી જ હરકત કરી હતી. હું ડરની મારી પ્લેટફોર્મ નંબર ત્રણની જગ્યાએ ચારના પગથીયાં ચડી ગઈ હતી. પરંતુ ગત રાતે આવું ન થયું. છોકરી ડરી નહીં. તેણે પોતાનો મોબાઇલ કાઢ્યો અને વીડિયો બનાવ્યો, પોલીસ પાસે પહોંચી અને ફરિયાદ આપી. અભદ્ર વર્તન કરનાર વ્યક્તિ જેલમાં ગયો.  બહુ વર્ષો પહેલા એક પેઇન્ટિંગ જોયું હતું. એક પુરુષ બિલકુલ નિર્વસ્ત્ર હતો અને એક સ્ત્રીએ શરમની મારી પોતાનો ચહેરો છૂપાવી દીધો હતો. આવું તો સદીઓથી થતું આવે છે. મર્દોના નિર્વસ્ત્રપણા પર મહિલાઓ શરમાતી રહી છે.

  હવે આ બદલાઈ રહ્યું છે. ઇન્ટરનેટ પર પોસ્ટ વાયરલ થઈ રહી છે. આખા દેશે એ વ્યક્તિનો ચહેરો અને કારનામું જોયું હતું. તેના પરિવારના લોકોએ પણ. બાળકો, પત્ની માતાપિતા બધાને ખબર પડી. તેની પત્નીએ પણ પતિનું કારનામું જોયું. આખો સમાજ તેનો જોઈ રહ્યો છે. હવે તે શરમ અનુભવી રહ્યો છે, છોકરી નહીં. 29 વર્ષમાં દુનિયા ખૂબ બદલાઈ ચુકી છે. છોકરીઓ બદલાઈ ગઈ છે. ટેક્નોલોજી બદલાઈ છે.

  પરંતુ સવાલ એ છે કે 29 વર્ષના આ સમયગાળા દરમિયાન પુરુષો કેટલા બદલાયા? હજી થોડા દિવસ પહેલા બનારસમાં છોકરીઓએ ફરિયાદ કરી હતી કે બીએચયૂ કેમ્પસ અંદર ગર્લ્સ હોસ્ટેલ બહાર પણ યુવકો આવી હરકતો કરે છે. છોકરીઓએ કહ્યું તો કોઈએ માન્યું નહીં અને કોઈ પગલાં પણ ન લેવાયા.  હવે સવાલ એ થાય કે મર્દો આવું શા માટે કરે છે? તેમનામાં આવું કરવાનો વિચાર ક્યાંથી આવે છે? તેમને એવું લાગે છે કે તે એટીએમની અંદર, રસ્તાની બાજુમાં, બંધ રૂમમાં છોકરી સામે પેન્ટ ઉતારીનો ઉભા રહી જશે તો છોકરી મુગ્ધ બનીને હવાલે થઈ જશે. મર્દોની બુદ્ધિ અને જ્ઞાન ફક્ત એક ટૂલ પર શા માટે કેન્દ્રીત છે. તેઓ આ ટૂલના એવા તો કેવા ગુલામ છે કે તેમને કંઈ દેખાતું નથી કે કંઈ સમજાતું નથી.

  કદાચ એ મુંબઈ શહેર હતું. છોકરી ભણેલી-ગણેલી હતી. પરંતુ મને વિશ્વાસ છે, અલ્હાબાદમાં તારાચંદ હોસ્ટેલના સામે બેંક રોડ પર, આલૂ મિલવાળા વેરાન રસ્તા પર મર્દો અત્યારે પણ મોકો મળતા જ પેન્ટ ખોલીને ઉભા રહી જતા હશે. સામે ઉંમરલાયક મહિલા હોય કે પછી બાળકી. મર્દો આવું કારનામું કરીને પોતાના ઘરે જતા હશે અને તેમના ઘરના લોકોને ખબર પણ નહીં પડતી હોય કે તેઓ શું કરીને આવ્યા છે. તેઓ ક્યારેય પણ પોતાના કર્યા પર શરમ નહીં અનુભવે.  જો કાલે ઉઠીને સ્કૂલ, કોલેજ કે પછી ઓફિસમાં તમારી સાથે આવું કંઈ બને તો તેનો વીડિયો બનાવો અને પોલીસ પાસે પહોંચી જાવ. કોઈના ડરાવાથી ડરશો નહીં. શરમ ન અનુભવો. વધારે ડર લાગે તો તસલીમાનું તે પુસ્તક વાંચો. સાચું માનો. બોલવાથી ડર ચાલ્યો જાય છે. બોલવાથી તમને તમારા પર પણ વિશ્વાસ આવશે. બોલવું બહું સારી વાત છે. આવું કંઈ થાય તો વાત કરો.
  Published by:News18 Gujarati
  First published:May 14, 2019, 15:42 IST