Home /News /national-international /‘Shakti Peeth Yatra’: સતી માતાની ‘આંગળી’ઓ પડી અને ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં, ઘરે બેઠાં કરો 6 શક્તિપીઠના દર્શન

‘Shakti Peeth Yatra’: સતી માતાની ‘આંગળી’ઓ પડી અને ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં, ઘરે બેઠાં કરો 6 શક્તિપીઠના દર્શન

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આવેલી વિવિધ શક્તિપીઠ.

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત બાંગ્લાદેશની 25 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે આ આર્ટિકલમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની વિવિધ શક્તિપીઠના દર્શન કરીશું.

અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’માં અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની 25 શક્તિપીઠના દર્શન કર્યા. હવે આ આર્ટિકલમાં વાત કરીશું રાજસ્થાનની બે શક્તિપીઠ અને ઉત્તર પ્રદેશમાં આવેલી ચાર શક્તિપીઠ વિશે. તો ચાલો શરૂઆત કરીએ...

26. અંબિકા શક્તિપીઠ


Ambika Shakti Peeth
રાજસ્થાનની પહેલી શક્તિપીઠ ‘અંબિકા શક્તિપીઠ’.


રાજસ્થાનના ભરતપુરના વિરાટનગરમાં ‘અંબિકા શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીની ડાબા પગની આંગળીઓ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘અંબિકા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘અમૃતેશ્વર’ ભૈરવ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ પ.બંના પૂર્વમાં સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

27. મણિબંધ શક્તિપીઠ


Manibandh Shakti Peeth
રાજસ્થાનમાં આવેલી બીજી શક્તિપીઠ ‘મણિબંધ શક્તિપીઠ’.


હવે વાત કરીશું સત્યાવીસમી શક્તિપીઠ વિશે. રાજસ્થાનના અજમેર પાસેના ગાયત્રી પર્વત પર ‘મણિબંધ શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીના બંને હાથના પ્હોંચા પડ્યા હતા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ગાયત્રી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન શિવ ‘સર્વાનંદ’ ભૈરવના રૂપમાં શક્તિપીઠની રક્ષા કરે છે.

28. લલિતા શક્તિપીઠ


Lalita Shakti Peeth
ઉત્તર પ્રદેશમાં આવેલી પહેલી શક્તિપીઠ ‘લલિતા શક્તિપીઠ’.


અઠ્ઠાવીસમી શક્તિપીઠ ઉત્તર પ્રદેશમાં આવેલી છે અને તે ‘લલિતા શક્તિપીઠ’ તરીકે અથવા લલિતાદેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજના પ્રયાગ સંગમ પાસે આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીના હાથની આંગળીઓ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘લલિતા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘ભવ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ પ.બંના એક છેડે ‘હાથ’ પડ્યો 'ને ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

29. મણિકર્ણિ શક્તિપીઠ


Manikarni Shakti Peeth
ઉત્તર પ્રદેશમાં આવેલી બીજી શક્તિપીઠ ‘મણિકર્ણિ શક્તિપીઠ’.


ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા મણિકર્ણિકા ઘાટ પર મણિકર્ણિ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીની મણિકર્ણિકા પડી હતી અને તેમાંથી ‘વિશાલાક્ષી’ અથવા ‘મણિકર્ણિ’ શક્તિ ઉત્પન્ન થઈ હતી. ભગવાન શિવ અહીં ‘કાળ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે. એવી માન્યતા છે કે, પાર્વતીજીના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર આ મણિકર્ણિકા ઘાટ પર જ કરવામાં આવ્યા હતા.

30. રામગિરિ શક્તિપીઠ


Ramgiri Shakti Peeth
ઉત્તર પ્રદેશમાં આવેલી ત્રીજી શક્તિપીઠ ‘રામગિરિ શક્તિપીઠ’.


ત્રીસમી અને ઉત્તર પ્રદેશની બીજી શક્તિપીઠ એટલે ‘રામગિરિ શક્તિપીઠ’. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું જમણું સ્તન પડ્યું હતું અને તેમાંથી ‘શિવાની’ શક્તિ ઉત્પન્ન થઈ હતી. ભગવાન શિવ અહીં ‘ચંદા’ ભૈરવ તરીકે શક્તિપીઠનું રક્ષણ કરે છે.

આ પણ વાંચોઃ જાણો ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રમાં ક્યાં-ક્યાં સતીના કયા અંગ પડ્યાં

31. વૃંદાવન શક્તિપીઠ


vrundavan Shakti Peeth
ઉત્તર પ્રદેશમાં આવેલી ચોથી શક્તિપીઠ ‘વૃંદાવન શક્તિપીઠ’.


ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં એકત્રીસમી શક્તિપીઠ ‘વૃંદાવન શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીના વાળ આ જગ્યાએ પડ્યા હતા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ઉમા’ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શિવ ‘ભૂતેશ’ ભૈરવના રૂપમાં શક્તિપીઠનું રક્ષણ કરે છે.

આ પણ વાંચોઃ શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ, જાણો તેની તમામ માહિતી
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition, Navratri Puja

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन