VIDEO: આવી ચોરી નહીં જોઈ હોય, લોડિંગ વાહનના પાછળ લટક્યા, ચાલતી ગાડીએ ઉઠાવ્યો માલ

VIDEO: આવી ચોરી નહીં જોઈ હોય, લોડિંગ વાહનના પાછળ લટક્યા, ચાલતી ગાડીએ ઉઠાવ્યો માલ
ચોરીનો વીડિયો વાયરલ

વાહનમાં રાખેલા બોક્સ કાઢીને પાછળ બાઇક પર બેઠેલા તેના સાથીને આપે છે. આ પૂરો નજારો આ બદમાશોના પાછળ આવી રહેલ એક બાઈક ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો

  • Share this:
    શાજાપુર : મધ્યપ્રદેશના શાજાપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવક ચાલતા લોડિંગ વાહનની પાછળ લટકીને ચોરીનો પ્રયાસ કરી રહ્યો છે. પાછળ તેના મિત્રો મોટરસાયકલ પર આવી રહ્યા છે. તેની પાછળ આવતા લોકોએ આ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

    આ ઘટના દેવલાબીહાર-કાલિસિંધ માર્ગની હોવાનું કહેવાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચોર ફિલ્મ શૈલીમાં બ્રોડ ડેલાઇટમાં પીકઅપ વાહનમાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તેના બે સાથી બાઇક પર તેમની પાછળ જતા હતા. ત્યારબાદ વાહન પર ચઢેલો બદમાશ પાછળથી તાડપત્રી કાપી નાખે છે.



    મોકો મળતાંની સાથે જ ભાગી જાય છે બદમાશ

    તે વાહનમાં રાખેલા બોક્સ કાઢીને પાછળ બાઇક પર બેઠેલા તેના સાથીને આપે છે. આ પૂરો નજારો આ બદમાશોના પાછળ આવી રહેલ એક બાઈક ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. એક બે બોક્સ ચોર્યા બાદ, ગામના રહેણાંક વિસ્તારમાં ગાડીની સ્પીડ ઓછી થતા, આ બદમાશ વાહનમાંથી નીચે ઉતરીને તેના સાથીદારો સાથે સ્થળ પરથી ભાગ્યો હતો. આ મામલે પોલીસમાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.



    દરરોજ આવી ઘટનાઓ બને છે

    ઉલ્લેખનીય છે કે, શાજાપુર જિલ્લામાં આવી ઘટનાઓને ટ્રક કટીંગ કહેવામાં આવે છે. આ ગુનામાં મોટી ગેંગ સંડોવાયેલ છે. અપરાધીઓ દરરોજ હાઇવે અને અન્ય રસ્તાઓ પર આવી ઘટનાઓને અંજામ આપે છે. ઘટના અંગે ડ્રાઈવરને ખબર પડે ત્યાં સુધી તે ઘણો આગળ નીકળી ગયો હોય છે. આવી સ્થિતિમાં ગુનાનું ચોક્કસ સ્થાન ન જાણવાના કારણે પોલીસની ફરિયાદો ભાગ્યે જ નોંધાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારના કામમાં ચોરનો જીવ પણ જોખમમાં મૂકાય છે. કેટલીકવાર ગંભીર ઘટનાઓ પણ બની છે. પરંતુ, કારણ સમજાવવું મુશ્કેલ હોવાથી પોલીસમાં કોઈ ફરિયાદ નથી.
    Published by:kiran mehta
    First published:June 13, 2021, 23:04 IST

    ટૉપ ન્યૂઝ