Home /News /national-international /કહાણીનો દુ:ખ અંત! પત્નીનું થયું મોત, પતિથી વિયોગ સહન ન થતા માત્ર 2 કલાકમાં આત્મહત્યા
કહાણીનો દુ:ખ અંત! પત્નીનું થયું મોત, પતિથી વિયોગ સહન ન થતા માત્ર 2 કલાકમાં આત્મહત્યા
મધ્યપ્રદેશના શાજાપુરમાં બનેલી આ દર્દનાક ઘટના બાદ સમગ્ર પંથકમાં ઓહાપો મચી ગયો છે. આત્મહત્યા કરનાર વ્યક્તિના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. તેની પત્નીના મૃત્યુનું કારણ બીમારી હતી, આથી તે સહન ન કરી શકતા તેમણે આ પગલું ભર્યું હતું.
મધ્યપ્રદેશના શાજાપુરમાં બનેલી આ દર્દનાક ઘટના બાદ સમગ્ર પંથકમાં ઓહાપો મચી ગયો છે. આત્મહત્યા કરનાર વ્યક્તિના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. તેની પત્નીના મૃત્યુનું કારણ બીમારી હતી, આથી તે સહન ન કરી શકતા તેમણે આ પગલું ભર્યું હતું.
શાજાપુર: લગ્ન વખતે સાત જન્મ સુધી સાથે રહેવાના યુવતી અને યુવક સોગંદ લે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતાના જીવનસાથીના અલગ થયા બાદ ખરેખર પોતાની જિંદગીનો અંત લાવી દે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે, જ્યાં શાજાપુર જિલ્લાના શુજાલપુરમાં પત્નીના મોત બાદ પતિએ પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પતિ-પત્નીના એક સાથે મોતના કારણે વિસ્તારના લોકોમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
જણાવી દઈએ કે, શુજલપુર શહેર રાયકણપુરા નગરપાલિકા સામે સરકારી ક્વાટર્સ પાસે રહેતી શ્રમિક પરિવારમાં દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર મહિલાની તબિયત બગડતા સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું. આથી, તેનો પતિ, પત્નીના મૃત્યુને સહન ન કરી શકતા ઘટનાના બે કલાક બાદ જ પતિએ પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના મોતના આઘાતમાં યુવકે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બંને પતિ-પત્નીનું પોસ્ટમોર્ટમ શુજલપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગરની રહેવાસી 21 વર્ષીય સંજનાના લગ્ન બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન શુજલપુરના રહેવાસી લખન સાથે થયા હતા. લખન ઘર બનાવવા માટે કડિયાકામ કરતો હતો. લગ્નને લગભગ દોઢ વર્ષ થવા આવ્યું હતું. બંને નગરપાલિકાના સરકારી ક્વાર્ટર પાસે બનેલા આવાસમાં પોતાના પરિવારના અન્ય સભ્યો સાથે રહેતા હતા.
પેટમાં દુ:ખાવાને કારણે સંજનાને તેના પતિ લખને શુજાલપુર શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી, પેટમાં દુ:ખાવો અને ઉલ્ટીની ફરિયાદ બાદ તેણીની હાલત વધુ બગડતાં તેને શાજાપુર જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. શાજાપુર જતા પહેલા જ મહિલાની તબિયત લથડી હતી અને તેણીનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યા બાદ સંબંધીઓ ઘરે ગયા હતા.
જ્યારે મૃતક સંજનાના સાળા સવારે બાથરૂમ ગયા ત્યારે તેમને મહિલાનો પતિ લખન પણ ઘરના બીજા માળે ફાંસીથી લટકતો જોયો હતો. એક જ રાતમાં પતિ-પત્નીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર