આ ગુજરાતીને મળશે બ્રિટનના વડાપ્રધાન કરતા પણ શક્તિશાળી પદ?

News18 Gujarati
Updated: October 21, 2019, 1:49 PM IST
આ ગુજરાતીને મળશે બ્રિટનના વડાપ્રધાન કરતા પણ શક્તિશાળી પદ?
શૈલેષ વારા

મૂળ ગુજરાતના તેવા શૈલેષ વારાને મળી શકે છે બ્રિટનના વડાપ્રધાન કરતા પણ મોટું પદ!

  • Share this:
પાછલા 600 વર્ષથી આ પદ બ્રિટન (Great Britain) નું સૌથી શક્તિશાળી પદોમાંથી એક છે. આ પદ પર રહેનારને બ્રિટનના વડાપ્રધાનથી પણ વધુ સેલેરી મળે છે. એટલું જ નહીં બ્રિટનના રાજનૈતિક વ્યવસ્થામાં આ વ્યક્તિનું કદ બધાથી ઉપર હોય છે. બ્રિટનમાં આ પદને મેળવનાર વ્યક્તિને રાજા જેવો ઠાઠ મળે છે. એટલું જ નહીં બ્રિટનના સાંસદોને પણ તેમનું ફરમાન માનવું પડે છે. આ પદ છે બ્રિટનના સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકરનું.
આ શક્તિશાળી પદને મેળવવા માટેની દોડમાં 9 લોકો છે. જેમાં એક ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક, શૈલેશ વારા (Shailesh vara) નું નામ પણ છે.
કોણ છે શૈલેશ વારા?

શૈલેષ વારા


ભારતમાં મૂળ ગુજરાતના શૈલેશ વારા બ્રિટનની સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકર પદની રેસમાં છે. શૈલેશ વારા બ્રિટનની સત્તારૂઢ કન્જર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. તે થેરેસા સરકાર દરમિયાન ઉત્તર આયરલેન્ડના રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જો કે શૈલેશ વારા માટે આ સ્પીકર પદની ખુરશી મેળવવી સરળ નથી. આ પદ માટે તેમની સાથે 9 બીજા લોકો પણ રેસમાં છે. નવા સ્પીકર માટે 4 નવેમ્બરે વોટિંગ થશે.

શૈલેષ વારા
વારાને બરકોમાં સાંસદોને ડરાવાની, ધમકાવવાની અને બેઆબરૂ કરવાનો પણ આરોપ છે. બ્રિટનના વડાપ્રધાનનું પદ સ્પીકરના પદ આગળ નાનું છે. બ્રિટનના પહેલા સ્પીકર 600 વર્ષ પહેલા ચૌદમી સદીમાં થૉમસ હંગરફોર્ટને બનાવવામાં આવ્યા હતા. જ્યારે વડાપ્રધાન પદ માટે 18 સદી પછી ચૂંટણીની શરૂઆત થઇ હતી. તો જો 4 નવેમ્બરે ચૂંટણીમાં વારાની જીત થાય છે તો તે આ પદ પર બેસનાર પહેલા ગુજરાતી મૂળના બ્રિટિશ નાગરિક બનશે.
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading