UP: બેકાબૂ ટ્રકે ટાટા મેજિક અને ટેમ્પોને ટક્કર મારી, 16 લોકોનાં મોત

News18 Gujarati
Updated: August 27, 2019, 12:57 PM IST
UP: બેકાબૂ ટ્રકે ટાટા મેજિક અને ટેમ્પોને ટક્કર મારી, 16 લોકોનાં મોત
બેકાબૂ ટ્રકે ટાટા મેજિકને ટક્કર મારી તેના પર પલટી જતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા.

ટ્રમ્પ કાળમુખો બનતાં 16 લોકોએ જીવ ગુમાવ્યા, એક મહિલા અને ત્રણ બાળકો પણ ભોગ બન્યા

  • Share this:
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મંગળવારે ભીષણ માર્ગ દુર્ઘટના થઈ છે. નેશનલ હાઈવે 24 પર બેકાબૂ ટ્રકે ટાટા મેજિકને જોરદાર ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા છે જ્યારે અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. ઘાયલોને શાહજહાંપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને ત્રણ બાળક પણ સામેલ છે.

માર્ગ અકસ્માતની જાણ થતાં જિલ્લાધિકારી અને એસપી સિટી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિક્ષક દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે સીતાપુરથી કપડા લઈને આવી રહેલી ટ્રકે લખનઉ-દિલ્હી નેશનલ હાઇવે પર જમકા ચાર રસ્તાની પાસે આગળ જતાં એક ટેમ્પોને ટક્કર મારી દીધી જેના કારણે તે ખાડામાં જઈને પડ્યો. ત્યારબાદ બેકાબૂ ટ્રકે આગળ જઈ રહેલા ટાટા મેજિકને પણ ટક્કર મારી દીધી અને અનિયંત્રિત થઈને તેના પર પલટી ગઈ.

આ પણ વાંચો, અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં બાબુલ સુપ્રિયો સહિત 10 લોકોનાં ફોન ચોરાયાટેમ્પોમાં સવાર મુસાફરો બરતારાથી શાહજહાંપુર જઈ રહ્યા હતા જ્યારે ટાટા મેજિકમાં સવાર મુસાફરો બહાદુરગંજથી શાહજહાંપુર જઈ રહ્યા હતા. મૃતકોના શબોને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્તા કરતાં વહિવટી અધિકારીઓને રાહત અને સહાયતા કાર્ય માટેના નિર્દેશ આપ્યા છે. તેઓએ મૃતકોના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો, એરપોર્ટ પર બૅગ ચોરતાં પકડાયા 17 હોટલનાં માલિક દિનેશ ચાવલા, ટ્રમ્પના હતા જૂના બિઝનેસ પાર્ટનર
First published: August 27, 2019, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading