શાહજહાંપુર : પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ (Chinmaynand) પર દુષ્કર્મ (Rape) અને યૌન શોષણ (Sexual Harassment)નો આરોપ લગાવનારી કાયદાની વિદ્યાર્થિની (Law Student)ને સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમ (Special Investigation Team)એ ધરપકડ કરી લીધી છે. પડિતા પર પોતાના મિત્રોની સાથે મળીને ચિન્મયાનંદ પાસેથી પાંચ કરોડની ખંડણી માંગવાનો આરોપ છે. એસઆઈટીએ ગત સપ્તાહે આ મામલામાં પીડિતાના ત્રણ મિત્રો સંજય, વિક્રમ અને સચિનની ધરપકડ કરી હતી. આ પહેલા મંગળવારે એસઆઈટીએ પીડિતાની પૂછપરછ માટે અટકાયત કરી હતી. બુધવાર સવારે પોલીસ પીડિતા યુવતીને ચોક પોલીસ સ્ટેશન લઈ ગઈ. જ્યાંથી ધરપકડ કર્યા બાદ તેને મૅડિકલ ટૅસ્ટ કરાવવા માટે જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવી.
મળતી માહિતી મુજબ, એસઆઈટી મૅડિકલ બાદ પીડિતાને કોર્ટમાં રજૂ કરશે. નોંધનીય છે કે, મંગળવારે જ પીડિતાએ ધરપકડથી બચવા માટે એડીજે પ્રથમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. કોર્ટ આ અરજી પર 26 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
Uttar Pradesh Director General of Police, OP Singh: The law student, who had accused Swami Chinmayanand for sexually harassing her, has been arrested by the SIT (Special Investigation Team) for allegedly trying to extort money from him. pic.twitter.com/gtrC5lOjhp
યૌન શોષણ અને બ્લેકમેલિંગ મામલાની તપાસ કરી રહેલા એસઆઈટી પ્રમુખ નવીન અરોડાએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ચિન્મયાનંદને બ્લેકમેલિંગ કરવાના મામલામાં પીડિતાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પુરવા મળતાં તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા પીડિતાએ સોમવારે પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પીડતાની અરજીને ફગાવી દેતાં નીચલી કોર્ટમાં અરજી કરવાનું કહ્યુ હતું.