પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની શાહજહાંપુર યૌન શોષણ કેસમાં ધરપકડ

News18 Gujarati
Updated: September 20, 2019, 10:37 AM IST
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની શાહજહાંપુર યૌન શોષણ કેસમાં ધરપકડ
સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની તેમના આશ્રમથી ધરપકડ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ કરાવવા જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ

સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની તેમના આશ્રમથી ધરપકડ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ કરાવવા જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ

  • Share this:
શાહજહાંપુર : કાયદાની વિદ્યાર્થિની(Law Student)ના યૌન શોષણ (Sexual Harassment Case) કેસમાં સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ (Chinmyanand)ની ધરપકડ કરી લીધી છે. સ્પેશલ ઇન્વેસ્ટીગેશન ટીમે શુક્રવારે ચિન્મયાનંદની તેમના આશ્રમથી ધરપકડ કર્યા બાદ તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ. આ દરમિયાન જિલ્લા હૉસ્પિટલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગત સમોવારે પીડિતાનું 164 હેઠળ નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ પીડિતા આરોપી ચિન્મયાનંદની વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવા અને તેમની ધરપકડની માંગ કરી રહી હતી. પીડિતાએ બુધવારે ચિન્મયાનંદની ધરપકડ ન થતાં આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

શાહજહાંપુરની એસ. એસ. લો કોલેજથી એલ.એલ.એમ.નો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીએ 24 ઑગસ્ટે ફેસબુક પર એક વીડિયો વાયરલ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પર યૌન શોષણનો ગંભીર આરોપ મૂક્યો હતો. ત્યારબાદ અચાનક તે ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અપહરણનો કેસ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે 30 ઑગસ્ટે રાજસ્થાનના અલવરથી પીડિતા અને તેના મિત્રને શોધી કાઢ્યા હતા. આ મામલામાં સુપ્રીમ કોર્ટે એસ.આઈ.ટી. રચવાનો આદેશ આપ્યો છે. સોમવારે પીડિતાનું 164 હેઠળ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.આ પણ વાંચો, મોહ'જાળ'માં ફસાયા નેતાઓ અને IAS-IPS અધિકારીઓ, ચાર યુવતીની ધરપકડ!

એસ.આઈ.ટી. ચીફે કહ્યુ- દબાણમાં તપાસ નહીં બદલીએ

દુષ્કર્મ અને અપહરણ પ્રકરણમાં તપાસ કરી રહેલી એસ.આઈ.ટી.ના પ્રભારી આઈ.જી. નવીન અરોડાએ કહ્યું છે કે તેમની જવાદબારી હાઈકોર્ટે પ્રત્યે છે. જેનો તેમની ટીમને પણ અહેસાસ છે. બંને મામલામાં તપાસ ઝડપથી અને સાચી દિશામાં ચાલી રહી છે. કોઈને કહેવા કે મીડિયા ટ્રાયલથી તપાસનું વલણ નહીં બદલાય. 6 સપ્ટેમ્બર બાદ આઈ.જી. નવીન અરોડાએ બુધવાર સાંજે ફરી એકવાર પોલીસ લાઇન્સ સ્થિત અસ્થાઈ કાર્યાલયમાં મીડિયા સાથે વાતચીત કરી. તેઓએ કહ્યું કે, બંને મામલામાં કડીઓને જોડવામાં આવી રહી છે. તથ્યોના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે જે પણ વીડિયો ક્લિપ કે પુરાવા મળ્યા છે, તેની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, કોલકાતા : જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ધક્કા મુક્કી
First published: September 20, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading