શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 40 કબૂતરો એક સાથે મરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલા પર ફરિયાદ મળ્યા બાદ પોલીસે 40 કબૂતરોના પોસ્ટમોર્ટમ કરાવ્યા ચે. તો વળી જે દાણાને ખાઈને કબૂતરોના મોત થયા છે, પોલીસ એ દાણાની પણ તપાસ કરી રહી છે. તો વળી પીડિતની ફરિયાદના આધારે પોલીસે આ મામલા પર 3 લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવમાં આવશે. પીડિતની છતથી આરોપીની છત અડીને આવેલી છે.
આપને જણાવી દઈએ કે, આરોપીઓની બિલાડી લગભગ એક મહિના પહેલા ગાયબ થઈ હતી. આ દરમિયાન પાડોસીઓએ પીડિત બિલાડી ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. થાના સદર બજાર વિસ્તારના સિંજઈ જલાલનગર નિવાસી વારિસ અલીના 40 કબૂતરોના બે દિવસ પહેલા અચાનક મોત થઈ ગયા હતા. તો વળી શુક્રવારે વધુ બે કબૂતરોના મોત થઈ ગયા હતા, જે બાદ વારિસ અલીએ પાડોશમાં રહેતા આબિદ અલી અને તેના પરિવારના 3 લોકો પર કબૂતરોને મારવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતનું કહેવું છએ કે, કબૂતરોને દાણમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે.
પોલીસ કરી રહી છે આ મામલાની તપાસ
હાલમાં આ મામલા પર ફરિયાદ મળ્યા બાદ પોલીસે સ્થાનિક લોકો પાસે આ મામલાને લઈને પુછપરછ શરુ કરી દીધી છે. સાથે જ કબૂતરો દ્વારા ખવડાવવામાં આવેલા દાણાને પણ તપાસ માટે મોકલ્યા છે. સીઓ સિટી અખંડ પ્રતાપ સિંહે આ મામલે જાણકારી આપતા કહ્યું કે, આરોપની તપાસ થઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે, 1 મહિના પહેલા આરોપી આબિદ અલીની બિલાડી ગાયબ થઈ ગઈ હતી. ત્યારે આબિદ અલીએ વારિસ અલી પર બિલાડી ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ બંને પક્ષમાં ખૂબ વિવાદ થયો હતો. આજૂબાજૂના લોકો દ્વારા વિવાદ શાંત કરાવામાં આવ્યો હતો. પીડિતનો આરોપ છે કે, આબિદે કબૂતરોને મારીને ભડાશ નીકાળી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર