Home /News /national-international /PFI Raid: દિલ્હીના શાહીનબાગથી પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની ધરપકડ

PFI Raid: દિલ્હીના શાહીનબાગથી પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની ધરપકડ

ધરપકડ કરાયેલી મહિલા શાહીન કૌસર

PFI Raid: દિલ્હીના શાહીનબાગથી પીએફઆઈ સાથે જોડાયેલી શાહીન કૌસર નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, શાહીન પીએફઆઈની સ્ટુડન્ટ વિંગ સાથે જોડાયેલી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

    નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગથી પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મહિલાનું નામ શાહીન કૌસર છે. ઉલ્લેખનીય છે કે, શાહીન કૌસર વિધાન પરિષદની ચૂંટણી લડી ચૂક્યાં છે અને હવે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

    મહિલા PFIની સ્ટુડન્ટ વિંગ સાથે જોડાયેલી છેઃ સૂત્ર


    સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે શાહીન કૌસર નામની મહિલાની ધરપકડ કરી છે. શાહીન કૌસર PFIની સ્ટુડન્ટ વિંગ / યુથ વિંગ SDPI સાથે જોડાયેલી છે. દિલ્હીના શાહીનબાગથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં આયોજિત CAA-NRCના મામલે શાહીન કૌસર ચર્ચામાં રહ્યા હતા. હાલ અમ્મા ફાઉન્ડેશનની પ્રમુખ શાહીન કૌસરની પૂછપરછ કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ ગુજરાત સહિત સાત રાજ્યોમાં દરોડા, 150થી વધુની ધરપકડ

    ગુજરાત સહિત સાત રાજ્યોમાં દરોડા


    કેન્દ્ર સરકાર એક તરફ PFI સામે કડક પગલાં રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.


    અત્યાર સુધીમાં 170થી વધુની ધરપકડ


    NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલાંક રાજ્યોમાંથી પોલીસે PFI કેડર્સની અટકાયત કરી છે. 6 વાગ્યા સુધીમાં 170થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन