શું હરિદ્વાર મહાકુંભથી નહીં વધે કોરોના કેસ? 12 વાગ્યા સુધીમાં 21 લાખ 7 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન

હરિદ્વારના કુંભ મેળામાં શાહી સ્નાન માટે ઉમટેલા શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂક્યા, કોરોનાનો કહેર વધવાની ભીતિ

હરિદ્વારના કુંભ મેળામાં શાહી સ્નાન માટે ઉમટેલા શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂક્યા, કોરોનાનો કહેર વધવાની ભીતિ

  • Share this:
    હરિદ્વાર. કોરોના કાળ (Corona Pandemic)ની બીજી લહેરની વચ્ચે ઉત્તરાખંડ (Uttarakhand)ના હરિદ્વાર (Haridwar)માં સોમવારે એટલે કે આજે કુંભનું બીજું શાહી સ્નાન (Kumbh Shahi Snan) ચાલી રહ્યું છે. મેળા પ્રશાસને જાહેર કરેલા આંકડાઓ મુજબ 10 વાગ્યા સુધી શાહી સ્નાનમાં 17 લાખ 31 હજાર શ્રદ્ધાળુઓએ હરિદ્વારમાં કુંભ મેળા (Kumbh Mela) વિસ્તારમાં સ્નાન કર્યું છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કોરોના કાળની વચ્ચે આટલા શ્રદ્ધાળુઓના સ્નાન કરવાથી શું કોવિડ સંક્રમણ (COVID-19)ના કેસોમાં વધારો નહીં થાય?

    નોંધનીય છે કે, રવિવારે ઉત્તરાખંડમાં કોરોના કેસોની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો. 4 ઓક્ટોબર 2020 બાદ રાજ્યમાં રવિવારે એક દિવસમાં 1333 સંક્રમણના નવા કેસ સામે આવ્યા અને વધુ 8 લોકોનાં મોત થયા. રવિવારે દેહરાદૂન જિલ્લામાં 582, હરિદ્વારમાં 386, નૈનીતાલમાં 122, પૌડીમાં 49, અલમોરામાં 11, બાગેશ્વરમાં 8, ચમોલીમાં 9, ચંપાવતમાં 7, પિથૌરાગઢમાં 2, રૂદ્રપ્રયાગમાં 5, ટિહરીમાં 44 અને ઉત્તરકાશી જિલ્લામાં 4 દર્દી કોવિડના સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં કોરોનાના દર્દી 1,08,812 સુધી પહોંચી ગયા છે અને 97,000 દર્દી સાજા થયા, 7,323 દર્દી અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કે આઇસોલેશનમાં છે.

    આ પણ વાંચો, Positive News: કોરોના સંક્રમિત ત્રણ ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ શિશુઓને આપ્યો જન્મ

    ડીજીપીએ કરી અપીલ

    ડીજીપી અશોક કુમારે હરિદ્વાર પહોંચનારા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું કડકાઈ સાથે પાલન કરો. માસ્કનો ઉપયોગ કરો અને શારીરિક અંતર રાખો. ઉત્તરાખંડ પોલીસ શ્રદ્ધાળુઓ માટે સતત વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરી રહી છે. એવામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર આવે અને તમામ નિયમોના પાલનની સાથે સ્નાનમાં સામેલ થાય.

    આ પણ વાંચો, કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 1.68 લાખ નવા કેસ, 6 મહિના બાદ 900થી વધુ મોત




    સામાજિક અંતરના નિયમોને લાગુ કરવામાં પોલીસ અસમર્થ

    કુંભ મેળાના આઇજી સંજય ગુંજયાલે કહ્યું કે, અમે ઘાટો પર સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીશું તો ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણથી ઘાટ પર ભીડ એકત્ર થઈ તો અમે અહીં સામાજિક અંતરના નિયમોને લાગુ કરવામાં અસમર્થ છીએ. અમે લોકોને સતત કોવિડના યોગ્ય વ્યવહારનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છીએ. ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓ પાસેથી દંડ વસુલવો વ્યવહારિક રીતે શક્ય નથી. ઘાટો પર સામાજિક અંતરને સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. તેઓએ કહ્યું કે સામાન્ય જનતા અને અખાડાઓને કોવિડના નિયમોનું પાલન કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: