નવી દિલ્હી : શાહીન બાગમાં CAA સામે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ અને વાર્તાકાર સતત વાતચીતનો પ્રયત્ન કરી રહ્યા છે. શુક્રવારે ત્રીજા દિવસે શાહીન બાગ (Shaheen Bagh)પહોંચેલા સંજય હેગડે અને વકીલ સાધના રામચંદ્રને હાજર રહેલા લોકોને કહ્યું કે તમે ફક્ત એક રોડ બંધ કર્યો છે તો બીજો રોડ કોણે બંધ કર્યો છે? શુક્રવારે પણ શાહીન બાગના પ્રદર્શનકારી CAA-NRCને પાછા લેવા પર અડ્યા રહ્યા હતા અને વાતચીત નિષ્ફળ રહી હતી.
સાધના રામચંદ્રને કહ્યું હતું કે અમે આજે નોઇડાથી દિલ્હી આવવાના બીજા રસ્તા પણ જોયા. અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું કોઈ બીજા વૈકલ્પિક રસ્તો પણ હોઈ શકે છે? આ દરમિયાન અમે જોયું કે નોઇડાથી ફરિદાબાદ વાળો રસ્તો પણ પોલીસે બંધ કરી રાખ્યો છે. તેનો શાહીન બાગ સાથે કોઈ લેવા દેવા નથી. અમારા કહેવાથી પોલીસે તે રસ્તાને આજે ખોલ્યો હતો પણ ખબર પડી કે થોડા સમય પછી પોલીસે તેને ફરી બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો- PM મોદીને મળ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - CAA-NPRથી ડરવાની જરુર નથી
પોલીસે આવું કેમ કર્યું તેની જાણકારી અમને નથી. જોકે આ અમે સુપ્રીમ કોર્ટ સામે રાખીશું કે રસ્તો ખોલ્યા પછી ફરી કેમ બંધ કરી દેવામાં આવ્યો. આ રસ્તાનું શાહીન બાગ સાથે કોઈ લેવા દેવા નથી.
છેલ્લા ત્રણ દિવસથી વાર્તાકાર શાહીન બાગ જઈને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરીને સમસ્યાનું નિરાકણ લાવવામાં લાગ્યા છે. જોકે આ વાતચીત હજુ સફળ થઈ નથી. એક દિવસ પહેલા વાર્તાકારે પ્રદર્શનકારીઓને પૂછ્યું હતું કે રસ્તો કેવી રીતે ખુલશે. તો પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી CAA પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે એક ઇંચ પણ પાછા જઈશું નહીં.
Published by:Ashish Goyal
First published:February 21, 2020, 21:20 pm