શાહીન બાગ : પ્રદર્શનકારીઓએ નોઇડા-ફરીદાબાદ જવાનો એક રસ્તો ખોલ્યો

શાહીન બાગ : પ્રદર્શનકારીઓએ નોઇડા-ફરીદાબાદ જવાનો એક રસ્તો ખોલ્યો

પ્રદર્શનકારીઓ દ્વારા આ રસ્તાને ખોલવાથી સ્થાનિક લોકોને રાહત પહોંચી

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)સામે શાહીન બાગમાં (Shaheen Bagh) પ્રદર્શન કરી રહેલા લોકોએ નોઇડા અને ફરીદાબાદ જવાના વૈકલ્પિક રસ્તાને ખોલી દીધો છે. ડીસીપી (દક્ષિણ પૂર્વ, નવી દિલ્હી)એ જણાવ્યું હતું કે શાહીનબાગના પ્રદર્શનકારીઓના એક ગ્રૂપે પહેલા રોડ નંબર 9 ને ખોલ્યો હતો જોકે કેટલાક સમય પછી બીજા ગ્રૂપે તેને ફરીથી બંધ કરી દીધો છે. ડીસીપીએ બતાવ્યું કે પ્રદર્શનકારીઓએ શાહીન બાગવાળા મુખ્ય રસ્તાને ખોલ્યો નથી. ફક્ત એક વૈકલ્પિક રસ્તો ખોલ્યો છે. પ્રદર્શનકારીઓ દ્વારા આ રસ્તાને ખોલવાથી સ્થાનિક લોકોને રાહત પહોંચી છે.

  જે રસ્તાને પ્રદર્શનકારીઓએ ખોલ્યો છે તે આશ્રમ, જામિયા, ઓખલા, બાટલા હાઉસથી નોઇડા (Noida)અને ફરીદાબાદ (faridabaad) તરફ જવાનો રસ્તો છે. પોલીસે બતાવ્યું કે પ્રદર્શનકારીઓએ અબુલ ફઝલ વાળો રસ્તો ખોલ્યો છે. જે ઘણો સાંકળો છે. જેથી આ રસ્તેથી ફક્ત બાઇક અને કાર જ નોઇડા અને ફરીદાબાદ તરફ જઈ શકશે.

  આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ PM મોદીની કરી પ્રશંસા, કહ્યું - તે બહુમુખી પ્રતિભાના ધની  પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરેલ વાર્તાકારો સાથે વાતચીત પછી અબુલ ફઝલ વાળો રસ્તો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સંબંધમાં પ્રદર્શનકારીઓની દિલ્હી પોલીસ સાથે કોઈ વાતચીત થઈ નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે રસ્તો ખોલવા માટે અમારી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત થઈ નથી.

  શુક્રવારે સમાચાર આવ્યા હતા કે શાહીન બાદ પ્રદર્શનકારી ઇચ્છે છે કે પ્રદર્શન સ્થળની સાથે રહેલા રસ્તાને જો ખોલવામાં આવે તોસુપ્રીમ કોર્ટ પ્રશાસન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ જાહેર કરે. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વાર્તાકારને આ વાત કહી હતી.
  Published by:Ashish Goyal
  First published: