દિલ્હી પોલીસનો ખુલાસો - શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ AAP સાથે જોડાયેલો છે

દિલ્હી પોલીસનો ખુલાસો - શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ AAP સાથે જોડાયેલો છે
દિલ્હી પોલીસનો ખુલાસો - શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ AAP સાથે જોડાયેલો છે

કપિલના પિતા ગજેન્દ્ર સિંહ પણ આદ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh)માં ગત સપ્તાહે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર (Kapil Gurjar) આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાયેલ છે. દિલ્હી પોલીસની (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચે આરોપી કપિલ ગુર્જરની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. આટલું જ નહીં કપિલના પિતા ગજેન્દ્ર સિંહ પણ આદ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. ક્રાઇમ બ્રાન્ચના મતે પૂછપરછમાં કપિલ ગુર્જરે બતાવ્યું હતું કે તેણે અને તેના પિતાએ 2019ના શરુઆતના મહિનામાં આપની સદસ્યતા લીધી હતી.

  ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજેશ દવેએ કહ્યું હતું કે આરોપી કપિલ ગુર્જરે પોતાના ફોનથી આ ફોટા ડિલીટ કરી દીધા હતા. આ ફોટોને ટેક ટીમની મદદથી રિકવર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે તેના નિવાસ સ્થાન પર રેડ કરીને તેનો ફોન મેળવ્યો હતો.  આ પણ વાંચો - મનોજ તિવારીએ કર્યો ખુલાસો, કેમ બીજેપી મુસ્લિમ ઉમેદવારને નથી આપતી ટિકિટ?  ક્રાઇમ બ્રાન્ચને કપિલ ગુર્જરના મોબાઈલમાંથી કેટલાક ફોટો મળ્યા છે. જેમાં આ ખુલાસો થયો છે. આ તસવીરોમાં આરાપી કપિલ ગુર્જર અને તેના પિતા ગજેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, આપ નેતા આતિશી સાથે જોવા મળે છે. એક તસવીરમાં કપિલના પિતા ગજેન્દ્રસિંહ ગુર્જર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે જોવા મળે છે. આ તસવીર લગભગ એક વર્ષ જુની બતાવવામાં આવી રહી છે.

  કપિલ ગુર્જરે એક ફેબ્રુઆરીના રોજ શાહીન બાગ પહોંચીને પ્રદર્શન સ્થળ પાસે પિસ્તોલ કાઢીને હવામાં ફાયરિંગ કર્યું હતું. સ્થળ પર હાજર પોલીસ કર્મી અને પ્રદર્શનકારીઓએ તેને પકડી લીધો હતો. દિલ્હી પોલીસે આરોપી કપિલ ગુર્જરને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં તેને બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
  First published:February 04, 2020, 20:42 pm