Home /News /national-international /Pakistan Political Crisis: ભારત માટે કેટલા ‘શરીફ’ સાબિત થશે પાકિસ્તાનના સંભવિત પીએમ શાહબાઝ? જાણો આ 5 પોઈન્ટમાં

Pakistan Political Crisis: ભારત માટે કેટલા ‘શરીફ’ સાબિત થશે પાકિસ્તાનના સંભવિત પીએમ શાહબાઝ? જાણો આ 5 પોઈન્ટમાં

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના વડા શાહબાઝ શરીફ (Shahbaz Sharif) આગામી વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે

Pakistan News - ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 174 વોટ પડ્યા હતા. આ હિસાબે શાહબાઝની જીત નિશ્ચિત છે. આ પછી તેઓ એક-બે દિવસમાં વડાપ્રધાન પદના શપથ પણ લઈ લેશે

નવી દિલ્હી : પાકિસ્તાનમાં (Pakistan)વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનની સરકાર (Imran Khan Govt of Pakistan)ને વિદાય આપી દેવામાં આવી છે. આ પછી હવે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના વડા શાહબાઝ શરીફ (Shahbaz Sharif) આગામી વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે. તેમણે નેશનલ એસેમ્બલી (National Assembly)માં વડાપ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલ છે. સોમવારે 11 એપ્રિલે આ મુદ્દે ગૃહમાં મતદાન થશે. જીત માટે 342 સભ્યોના ગૃહમાં 172 સભ્યોના સમર્થનની જરૂર છે.

ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 174 વોટ પડ્યા હતા. આ હિસાબે શાહબાઝની જીત નિશ્ચિત છે. આ પછી તેઓ એક-બે દિવસમાં વડાપ્રધાન પદના શપથ પણ લઈ લેશે. જોકે ભારતીય દૃષ્ટિકોણથી હવે સવાલ એ છે કે શાહબાઝ ભારત માટે કેટલા 'શરીફ' સાબિત થશે? ચાલો આ પ્રશ્નનો જવાબ 5-પોઇન્ટ (5-Point Analysis) માં સમજીએ.

કાશ્મીરનો મુદ્દો આગળ કર્યો!

શાહબાઝ શરીફ હજુ સુધી વડાપ્રધાન ((Shahbaz Sharif PM To Be Pakistan) તરીકે ચૂંટાયા નથી, હાલ તો તેમણે પદના શપથ પણ લીધા નથી. પરંતુ તેઓ કાશ્મીર મુદ્દાને આગળ લાવ્યા છે. રવિવારે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ. પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. મતલબ સ્પષ્ટ છે કે તેઓ કાશ્મીરના મુદ્દાને જીવંત રાખવાનો પ્રયાસ કરતા રહેશે. પાકિસ્તાની મીડિયા અનુસાર શાહબાઝની આ નીતિ ત્યાંની સેનાની પણ છે કારણ કે તે પણ કાશ્મીર મુદ્દાને જીવંત રાખવા માંગે છે. આ મુદ્દાના બહાને સેનાને સરકાર તરફથી જંગી બજેટ મળે છે.

મત ખેંચી લાવતા મુદ્દા ઉપાડે છે, કાશ્મીર પણ તેવો જ મુદ્દો

શાહબાઝ પંજાબના સૌથી મોટા પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અહીં તેમણે એક કડક અને સુધારાવાદી પ્રશાસક તરીકે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ તેમના ટીકાકારો જણાવે છે કે તેમના 'સુધારાવાદ' ના કેન્દ્રમાં મોટાભાગની નીતિઓ મત ખેંચનાર છે, એટલે કે જેઓ લોકોમાં સરકારની છબી બનાવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, મફત લેપટોપનું વિતરણ, ઓછા ભાડા (Subsidy) માં બેરોજગાર યુવાનો માટે ટેક્સી સેવા પ્રદાન કરવી વગેરે. પાકિસ્તાની નિષ્ણાતોના મતે, કાશ્મીર વિવાદ હજુ પણ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ મત અપાવે છે, તેથી તેઓ ઉકેલને બદલે તેના પર વોટબેન્કની રાજનીતિના વિકલ્પને પસંદ કરી શકે છે.

આ પણ વાંચો - ઇમરાન ખાને ફરી વિદેશી ષડયંત્રનો રાગ આલાપ્યો, કહ્યું - બહારી તાકાતો સામે લડીશું આઝાદીની લડાઇ

ચીન માટે વધુ લાભદાયક, ઈરાદા ભારતથી વિપરિત

શાહબાઝ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન (Punjab CM Shahbaz) હતા ત્યારે તેમણે ચીનની આર્થિક મદદથી સંચાલિત પ્રોજેક્ટ્સને ઝડપથી અમલમાં મૂક્યા હતા. આમાં પંજાબમાં સંચાલિત પાકિસ્તાનની પ્રથમ મેટ્રો બસ સેવાનો પણ સમાવેશ થાય છે. કદાચ એટલે જ ચીને શાહબાઝનું વડાપ્રધાન બનવાનું સ્વાગત કર્યું છે. સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'માં છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે, ઈમરાન ખાનના સંભવિત ઉત્તરાધિકારી શરીફ પરિવારમાંથી છે, જે લાંબા સમયથી ચીન-પાકિસ્તાન સંબંધોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેનો સહકાર વધુ સારો હોઈ શકે છે. એટલે કે શાહબાઝ શરીફ (Shahbaz Sharif) ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) જેવા પ્રોજેક્ટને વેગ આપશે તેવી આશા છે. જ્યારે આ પ્રોજેક્ટ ભારતના હિતોની વિરુદ્ધ છે કારણ કે આ આર્થિક કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માંથી પસાર થાય છે.

કાશ્મીરનો જલ્દી ઉકેલી નહીં આવી શકે તેવું માનતા ઝરદારી પણ છે સાથે

શાહબાઝ શરીફ એકલા નથી. બીજી મોટી પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) તેમની સાથે છે. પીપીપી શાહબાઝની પાર્ટી પીએમએલ-એન (PML-N) ની વિરોધી રહી છે. આ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને પીપીપીની નીતિઓ પીએમએલ-એન કરતાં અલગ રહી છે. ભૂતકાળમાં, જ્યારે પાર્ટીના વડા આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે કાશ્મીરને ઉકેલી ન શકાય તેવો મુદ્દો ગણાવ્યો હતો. તેણે કાશ્મીર સિવાય અન્ય મુદ્દાઓ પર ભારત સાથે વાત કરવાની ઓફર કરી છે. જોકે આ સમયે ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt) નું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તે પહેલા કાશ્મીર પર પાકિસ્તાન સાથે વાત કરશે, પછી અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. આવી સ્થિતિમાં નોંધનીય છે કે શાહબાઝની સરકારમાં વિદેશ મંત્રી પીપીપીમાં જાય તેવી શક્યતા છે. ઝરદારીના પુત્ર બિલાવલ વિદેશ મંત્રી બની શકે છે.

નિર્ણયો લેવા જેટલો સમય શાહબાઝ પાસે નથી

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી (Pakistan National Assembly) નો કાર્યકાળ એક વર્ષ બાકી છે. ઓગસ્ટ-2023માં સંસદીય ચૂંટણી છે. ત્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ ડગમગી રહી છે. અમેરિકી ડૉલરની સરખામણીએ ત્યાં રૂપિયાનું મૂલ્ય 190 ની નજીક પહોંચી ગયું છે. તેના પર શાહબાઝ પાસે પોતાના દમ પર ગૃહમાં પૂર્ણ બહુમતી પણ નથી. આર્થિક દૃષ્ટિકોણથી કે રાજકીય દૃષ્ટિકોણથી સમયની રાહ જોવાની તાતી જરૂર છે. શાહબાઝને ચારે બાજુથી એવી રીતે બાંધવામાં આવે છે કે તે ભાગ્યે જ દૂરગામી પરિણામો સાથે મોટા નિર્ણયો લઈ શકે છે. ભલે તે પછી ભારત સાથેના સંબંધોથી લગતા હોય કે પછી કાશ્મીર મુદ્દા સાથે સંબંધિત હોય. જો કે, તેઓ તેમની સરકાર, રાજકીય ગઠબંધન અને દેશની પરિસ્થિતિ વચ્ચે સંતુલન સાધીને કેટલાક લોકપ્રિય નિર્ણયો લઈ શકશે, જેથી તેમને આગામી ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તક મળે. ભારત માટે આ સમયે તેમની પાસેથી કોઈ મોટી અપેક્ષા રાખવી અર્થહીન હશે.
First published:

Tags: Pakistan news, Pakistan PM, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો