Home /News /national-international /પાકિસ્તાનને ભારતના હુમલાનો હતો ડર, તેના કારણે અભિનંદન વર્ધમાનને કર્યા હતા મુક્ત

પાકિસ્તાનને ભારતના હુમલાનો હતો ડર, તેના કારણે અભિનંદન વર્ધમાનને કર્યા હતા મુક્ત

‘અભિનંદનને છોડ્યો નહીં તો રાત્રે 9 વાગ્યે ભારત હુમલો કરી દેશે’, પાકિસ્તાનની સંસદમાં થયો ખુલાસો

‘અભિનંદનને છોડ્યો નહીં તો રાત્રે 9 વાગ્યે ભારત હુમલો કરી દેશે’, પાકિસ્તાનની સંસદમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ના બાલાકોટ (Balakot)માં 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક (Air strike) પર પાકિસ્તાન આર્મી એન ત્યાંની સરકાર ભલે હંમેશા સવાલ ઊભા કરતી રહી હોય પરંતુ પાકિસ્તાનની સસંદમાં આ વાતને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારત અને મોદી સરકારને લઈ કેવા પ્રકારનો ડરનો માહોલ હતો તેની જાણકારી પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ (Khawaja Muhammad Asif)એ આપી છે.

પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, મને યાદ છે મહમૂદ શાહ કુરૈશી એ બેઠકમાં હાજર હતા, જેમાં ઈમરાન ખાને આવવાનો ઇન્કાર કરી દીધો હતો. કુરૈશીના પગ ધ્રૂજી રહ્યા હતા, માથા પર પરસેવો હતો. મને કુરૈશીએ કહ્યું કે, આને (અભિનંદન વર્ધમાનને) હવે પરત મોકલી દો, કારણ કે 9 વાગ્યે રાત્રે હિન્દુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.

આ પણ વાંચો, મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાનની સંસદમાં આ ખુલાસો કરતાં કહ્યું કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાને મુક્ત કર્યા હતા. આસિફે કહ્યું કે પાકિસ્તાન સરકારમાં ભારતને લઈ એ પ્રકારનો ડર ઊભો થયો હતો કે તેઓએ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા અને હિન્દુસ્તાનની સામે ઘૂંટણીએ પડી ગઈ. તેઓએ કહ્યું કે ભારતને ખુશ કરવા માટે અભિનંદન વર્ધમાને છોડવામાં આવ્યા હતા.

બીજી તરફ, પાકિસ્તાન અસેમ્બલીના પૂર્વ સ્પીકર અયાજ સાદિકે કહ્યું કે, જે સમયે ભારતના ફાઇટર પ્લેન પાયલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને પોતાના કબજામાં લીધા હતા, તે સમયે બંને દેશોની વચ્ચે જે પ્રકારની સ્થિતિ હતી, તેના કારણે પાકિસ્તાન ખૂબ ડરી ગયેલું હતું. પાકિસ્તાનને એ વાતનો ડર હતો કે ભારત તેની પર હુમલો ન કરી દે. ભારતના હુમલાની આશંકાથી તે સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો આવી રહ્યો હતો.

આ પણ જુઓ, યૂટ્યૂબરે પોતાની 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કારને લગાવી દીધી આગ, વીડિયો થયો વાયરલ

આ મામલામાં હવે બીજેપી (BJP)ની પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ ટ્વિટ કરતાં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, રાહુલજી તમે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા હતા ને? જરા જુઓ મોદીજીનો શું ડર છે પાકિસ્તાનમાં. સરદાર અયાજ સાદિક બોલી રહ્યા છે કે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં પાકના ચીફ ઓફ આર્મી સ્ટાફના પગ ધ્રૂજી રહ્યા હતા અને ચહેરા પર પરસેવો હતો, ક્યાંક ભારત હુમલો ન કરી દે. સમજ્યા?
First published: