Home /News /national-international /

નકલી ગ્રાહક બનીને સ્પા સેન્ટરની હકીકત જાણી, દ્રશ્યો જોઇને ઉડી ગયા હોશ

નકલી ગ્રાહક બનીને સ્પા સેન્ટરની હકીકત જાણી, દ્રશ્યો જોઇને ઉડી ગયા હોશ

દિલ્હી પોલીસ (Delhi Police Raid in spa)ને શાહદરા મોલમાં સ્પા અને મસાજ પાર્લર સેન્ટરમાં ધંધો ચાલતો હોવાની માહિતી મળી હતી (પ્રતિકાત્મક તસવીર)

Spa Sex Racket in Delhi - દિલ્હી પોલીસે સ્પા અને મસાજ સેન્ટરમાં ચાલી રહેલા ખોટા કારોબારનો પર્દાફાશ કરીને મહિલાઓ અને આ વ્યવસાયના માલિક સહિત 12 લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી : સ્પામાં દેહ વ્યાપાર ચાલતા (Sex Racket in Spa) હોવાના અનેક કિસ્સાઓ અવારવનાર સામે આવતા આપણે જોયા કે સાંભળ્યા હશે. પોલીસ પણ આવા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા ઘણી વખત નકલી ગ્રાહક મોકલીને દરોડા પાડી આવા કૌભાંડનો ખુલાસો કરે છે અને કોઇ મજબૂરીમાં આવા ખોટા કામોનો શિકાર બનેલી અને દેહ વ્યાપારમાં ધકેલાયેલી મહિલાઓને પણ સુરક્ષિત રીતે કાઢવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હી (Spa Sex Racket in Delhi)માં સામે આવ્યો છે.

દિલ્હી પોલીસ (Delhi Police Raid in spa)ને શાહદરા મોલમાં સ્પા અને મસાજ પાર્લર સેન્ટરમાં ધંધો ચાલતો હોવાની માહિતી મળી હતી. દિલ્હી પોલીસને જ્યારે બાતમી મળી ત્યારે તેણે સ્પા અને મસાજ સેન્ટરમાં નકલી ગ્રાહકને માહિતીની ચકાસણી માટે મોકલ્યો હતો. અંદરનો નજારો જોઈને નકલી ગ્રાહક ભડકી ગયો અને તેણે તરત જ ટીમને જાણ કરી અને ત્યારબાદ દિલ્હી પોલીસે દરોડા પાડીને 12 લોકોની ધરપકડ (Arrested) કરી હતી.

આ પણ વાંચો - પાકિસ્તાનની સુંદર એન્જટના પ્રેમજાળમાં ફસાયો ભારતીય સેનાનો જવાન, આવી રીતે પાડ્યો ખેલ

પોલીસે કરી 12 લોકોની ધરપકડ

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે શાહદરા સ્થિત મોલના સ્પા અને મસાજ સેન્ટરમાં ચાલી રહેલા ખોટા કારોબારનો પર્દાફાશ કરીને કેટલીક મહિલાઓ અને આ વ્યવસાયના માલિક સહિત 12 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર શાહદરા સ્થિત મોલમાં ચાલતા આ રેકેટની માહિતી શનિવારે મળી હતી.

પોલીસે નકલી ગ્રાહક મોકલી પાડ્યા દરોડા

સમગ્ર કારનામાની બાતમી મળતા નકલી ગ્રાહકને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. સ્પા સેન્ટરે તેને મસાજ માટે રૂ. 1,000 ચાર્જ કર્યા હતા અને બાદમાં રૂ. 1,000ની વધારાની ફીમાં મહિલાઓ સાથે સેક્સ કરવા માટે 11 મહિલાઓની તસવીરો બતાવવામાં આવી હતી.

સ્પા સામે કાપ્યું ચલણ

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, આ સંબંધમાં આનંદ વિહાર પોલીસ સ્ટેશનમાં અનૈતિક ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન કથિત સ્પાનું લાયસન્સ એક્સપાયર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ લાઇસન્સ સુનીલ કટિયાલના નામે ઈસ્યુ કરવામાં આવ્યું હતું. EDMC (પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) એ આ માટે સ્પાને ચલણ પણ ફટકાર્યું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Delhi Crime, Spa center

આગામી સમાચાર