OYO રૂમમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 3 યુવક અને યુવતીઓ આપત્તિજનક હાલતમાં પકડાયા

સેક્સ રેકેટ ઝડપાયું (પ્રતિકાત્મક તસવીર)

sex racket - આરોપીઓ પાસે આપત્તિજનક સામાન પણ મળી આવ્યો

  • Share this:
    ગુરુગ્રામ : હરિયાણાના ( Haryana)ગુરુગ્રામ (Gurugram)જિલ્લામાં પોલીસે સેક્સ રેકટનો (Sex Racket)પર્દાફાશ કર્યો છે. પોલીસે સોહના-અલવર માર્ગ પર બનેલા સાદ રેસિડેન્સ પર રેડ કરીને 3 યુવક અને 3 યુવતીઓની આપત્તિજનક હાલતમાં ધરપકડ કરી છે. પોલીસે (Police) બધા સામે અનૈતિક દેહ વેપાર એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.

    પોલીસનું કહેવું છે કે ઘણા સમયથી આ સ્થળે દેહ વેપારનું કામ ચાલી રહ્યું હતું. બધા આરોપી આસપાસના ગામ સમથલા, પહાડ કોલોની અને નૂહના રહેવાસી છે. આરોપીઓ પાસેથી આપત્તિજનક સામાન પણ મળી આવ્યો છે. થાના પ્રભારી રમેશ કુમારે જણાવ્યું કે પોલીસને સૂચના મળી હતી કે સોહના અલવર રોડ પર આવેલ સાદ રેસિડેન્સ પર બનેલા ઓયો રુમમાં દેહ વેપારનું કામ થાય છે.

    પોલીસે નકલી ગ્રાહક બનીને મોકલ્યો

    પોલીસને સૂચના મળતા જ એક નકલી ગ્રાહક બનાવીને સાદ રેસિડેન્સના મેનેજર મહાવીર પાસે મોકલ્યો હતો. ગ્રાહકે એક યુવતીની માંગ કરી હતી. જેના પર તેણે યુવતી હાજર કરી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરીને રૂમમાંથી 6 યુવક અને યુવતીઓની આપત્તિજનક સ્થિતિમાં ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો - પત્નીના લફરાથી દુ:ખી થઇ પતિએ કરી આત્મહત્યા, સમાચાર સાંભળી પત્નીએ પણ આપ્યો જીવ

    આપત્તિજનક સામાન મળી આવ્યો

    પોલીસે જણાવ્યું કે આરોપીઓ પાસે આપત્તિજનક સામાન પણ મળી આવ્યો છે. પોલીસે બધા સામે કેસ નોંધ્યો છે. હવે પોલીસ બધા આરોપીઓને કોર્ટમાં રજુ કરશે. પોલીસ હવે સોહનામાં અન્ય હોટલ્સ ઉપર પણ રેડ કરશે. પોલીસનું કહેવું છે કે ખોટા કામ કરનારને છોડવામાં આવશે નહીં.

    થોડા દિવસો પહેલા વડોદરામાંથી કુટણખાનું ઝડપાયું હતું

    થોડા સમય પહેલા વડોદરામાં કુટણખાનું ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્સમાં ચાલતા કુટણખાના (kutankhana)ઉપર PCB શાખાએ દરોડો પાડી 7 રૂપલલના (callgirls)અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી હતી.

    આ પણ વાંચો - ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત

    વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Ashish Goyal
    First published: