હવેથી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશેઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: April 15, 2019, 11:20 PM IST
હવેથી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશેઃ સુપ્રીમ કોર્ટ
ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાત કરી હતી.

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાત કરી હતી.

  • Share this:
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો હવેથી બળાત્કાર ગણાશે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવી હરકત મહિલાઓના સમ્માનને ઠેસ પહોંચાડે છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાતો કરી હતી.

બેંચે કહ્યું કે ઘણીવાર એવું બને કે પીડિત અને રેપ કરનારા આરોપી બંને પોત-પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે, તેઓ પોત-પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે કોઇ ગુનો નથી કર્યો, તેમની આ હરકતને હંમેશા ગુનો માનવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ આધુનિક સમાજમાં વધી રહી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ World Cup: ટીમ ઇન્ડિયાના 15 ધુરંધરોની જાણો તાકાત અને નબળાઇ

કોર્ટે આ નિર્ણય એક મહિલાની ફરિયાદના આધારે આપ્યો છે. છત્તીસગઢની મહિલાએ એક ડોક્ટર પર 2013માં તેના પર બળાક્તાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા કોની (બિલાસપુર)ની નિવાસી છે અને 2009થી ડોક્ટરથી પરિચિત હતી. એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. આરોપીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બંને પક્ષના પરિવાર પણ આ વાત સારી રીતે જાણતા હતા.

આરોપીની બાદમાં એક બીજી મહિલા સાથે સગાઇ થઇ ગઇ, પરંતુ તેણે પીડિતાની સાથે સંબંધ તોડ્યો નહીં. ત્યારબાદ પોતાનો વાયદો તોડી નાખ્યો અને કોઇ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.
First published: April 15, 2019, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading