Home /News /national-international /છોકરી તરીકે જીવતા છોકરાની ડોક્ટર્સે સેક્સ ચેન્જ સર્જરી કરી, જાણો કઈ રીતે ખબર પડી આ વાસ્તવિકતા

છોકરી તરીકે જીવતા છોકરાની ડોક્ટર્સે સેક્સ ચેન્જ સર્જરી કરી, જાણો કઈ રીતે ખબર પડી આ વાસ્તવિકતા

સર્જરીનો સંપૂર્ણ ખર્ચ મુખ્યમંત્રી ચિરંજીવી યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસ્વીર)

જયપુરમાં ડોકટર્સે 14 વર્ષીય બાળકને નવું જીવન આપ્યું છે. ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને બાળકને વાસ્તવિક જેન્ડરમાં જીવવાનો અધિકાર અપાવ્યો છે. ડોકટરોએ સર્જરી કરીને રાજકુમારીને રાજકુમાર(નામ બદલ્યું છે) બનાવ્યો છે. આ પોતાનામાં જ એક અલગ પ્રકારનો મામલો છે. જયપુરની ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીની જેન્ડર ચેન્જ સર્જરી કરીને નવું જીવન આપવામાં આવ્યું છે. બીકાનેરનો આ રહેવાસી જન્મથી છોકરી બનીને જીવી રહ્યો હતો. જેને હવે છોકરો બનાવવામાં આવ્યો છે. સર્જરી પછી ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેના તમામ અવયવો પુરુષોની જેમ જ કામ કરી રહ્યાં છે. આ સિવાય સર્જરીનો સંપૂર્ણ ખર્ચ મુખ્યમંત્રી ચિરંજીવી યોજના અંતર્ગત આપવામાં આવશે.

વધુ જુઓ ...
    જયપુર: જયપુરમાં ડોકટર્સે 14 વર્ષીય બાળકને નવું જીવન આપ્યું છે. ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને બાળકને વાસ્તવિક જેન્ડરમાં જીવવાનો અધિકાર અપાવ્યો છે. ડોકટરોએ સર્જરી કરીને રાજકુમારીને રાજકુમાર(નામ બદલ્યું છે) બનાવ્યો છે. આ પોતાનામાં જ એક અલગ પ્રકારનો મામલો છે. જયપુરની ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીની જેન્ડર ચેન્જ સર્જરી કરીને નવું જીવન આપવામાં આવ્યું છે. બીકાનેરનો આ રહેવાસી જન્મથી છોકરી બનીને જીવી રહ્યો હતો. જેને હવે છોકરો બનાવવામાં આવ્યો છે. સર્જરી પછી ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેના તમામ અવયવો પુરુષોની જેમ જ કામ કરી રહ્યાં છે. આ સિવાય સર્જરીનો સંપૂર્ણ ખર્ચ મુખ્યમંત્રી ચિરંજીવી યોજના અંતર્ગત આપવામાં આવશે.

    શારીરિક બાંધો હતો છોકરી જેવો

    બીકાનેરનો રહેવાસી પરિવારે લગભગ 12 વર્ષ પહેલા જેકે લોનના વરિષ્ઠ બાળ રોગ એક્સપર્ટ ડો.ડીડી સિન્હને પોતાની છોકરી બતાવવા આવ્યા હતા. પરિવારનું કહેવું હતું કે છોકરીના અવયવો તેની ઉંમર મુજબ ડેવલોપ થઈ રહ્યાં નથી. ડોક્ટરોએ જ્યારે દર્દીના શરીરના વિવિધ અંગોની તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે તેના આંતરિક જનનાંગ પુરુષના છે. જ્યારે બાહ્ય જનનાંગ અવિકસિત સ્ત્રીના જનનાંગ સમાન છે. આ પ્રકારની સમસ્યાને મેડિકલની ભાષામાં હાઈપો-જેનઆઈટેલિયા કહેવામાં આવે છે. જેમાં છોકરીનો અવાજ સહિત અન્ય ક્રિયાઓ છોકરા જેવી હોય છે. ડોકટર્સે ક્રિયોટાઈપિંગ ટેસ્ટ કરાવ્યો, જેમાં ખ્યાલ આવ્યો કે દર્દીમાં ફિમેલ ઈન્ટરનલ સેક્સ ઓર્ગેન જેવી ઓવરી, યુટ્રસ વગેરે થી. જોકે પેટની બંને તરફ ચણા આકારના અંડકોષ મળ્યા. પછીથી ખ્યાલ આવ્યો કે દર્દી છોકરી નથી પરંતુ છોકરો છે.

    બીકાનેરની રાજકુમારી આ રીતે બની રાજકુમાર..

    વરિષ્ઠ બાળરોગ એક્સપર્ટ ડો.ડીડી સિન્હાએ જણાવ્યું કે પહેલા થેરેપી પછી ચાર ઓપરેશન કરવામાં આવ્યા. સતત 12 વર્ષની ટ્રીટમેન્ટ પછી રાજકુમારીને વાસ્તવિક જેન્ડર મળી. બાળકને લાંબા સમય માટે મેલ હોર્મોન થેરેપી પર લગાવવામાં આવ્યો. આ દરમિયાન તમામ મેલ ઓર્ગન વિકસિત થયા, જોકે અવિકસિત લિંગની નીચે 1 છિદ્રનુમા સંરચના રહી ગઈ, એવામાં વર્ષ 2018માં બાળકમાં અડકોષ બીજી વખત પોતાની સ્થિતિમાં લાવવા માટે ઓપરેશન કરવામાં આવ્યું. પછીથી 2019માં જનનાંગને સીધા કરીને તેમાં પેશાબનું છિદ્ર બનાવવામાં આવ્યું. વર્ષ 2021માં પેશાબ છિદ્રને ઉપરની તરફ લાવવા માટે ઓપરેશન કરવામાં આવ્યું.

    આ પણ વાંચો:Gujarat Politics: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે અરવિંદ કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા

    તે પછી આ વર્ષે એટલે કે 18 સપ્ટેમ્બર છિદ્રને સંપૂર્ણ રીતે ડેવલોપ કરવા માટે ઓપરેશન કરવામાં આવ્યું. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.આરપી સૈનીએ જણાવ્યું કે હવે આ પુરુષના તમામ જનાનાંગ નોર્મલ રીતે કામ કરી રહ્યાં છે અને લગ્ન પછી પણ તેને આ પ્રકારની હેરાનગતિ થશે નહિ.

    બંગળીઓ વેચવાનું કામ કરે છે પરિવાર

    બાળકના પિતાએ જણાવ્યું કે તે બીકાનેરમાં વર્ષોથી લારીમાં બંગળીઓ વેચવાનું કામ કરે છે. તેમને ઈન્કમનું અન્ય કોઈ સાધન નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Private Part surgery, Successful surgery, Surgery

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन