Home /News /national-international /

વરસાદ અને વાવાઝોડાથી અનેક રાજ્યોમાં તબાહી, 46 લોકોનાં મોત

વરસાદ અને વાવાઝોડાથી અનેક રાજ્યોમાં તબાહી, 46 લોકોનાં મોત

  અનેક રાજ્યોમાં તબાહી, 46 લોકોના મોત, રસ્તાઓ પર પલટી ગાડીઓ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને એનસીઆરમાં ભારે વરસાદના કારણે 46 લોકોના મોત થયા છે. તોફાનને કારણે અનેક રાજ્યોમાં ભારે નુકશાન થયુ છે. ઉત્તર પ્રદેશમાં તોફાનના કારણે 25 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે પશ્ચિમ બંગાળમાં તોફાનના કારણે ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા. આંધ્ર પ્રદેશમાં નવ અને દિલ્હીમાં 2 લોકોના મૃત્યુ થયાની માહિતી પ્રાપ્ત થઇ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ તીવ્ર વાવાઝોડાને લીધે, મોટી સંખ્યામાં ઝાડ પડી ગયા હતા, જેના કારણે કલાકો સુધી રસ્તાઓ,
  રેલસેવા, ઠપ થઇ ગઇ હતી.

  બુલંદશહેરમાં દિલ્હી-કાનુપર હાઇવે પરની કેટલી તસવીર સામે આવી છે. જેમા ગાડીઓ પલટી થયેલી જોવા મળી રહી છે. તોફાન એટલુ તેજ હતુ કે હાઇવે પર પસાર થઇ રહેલી ટ્રક અને ગાડીઓ પલટી ગઇ.

  PMએ ટ્વીટ કરી વ્યકત કર્યુ દુ:ખ
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટ કર્યું, "હું દેશના કેટલાક ભાગોમાં લોકોના મોતને કારણે હું ખુબ દુખી છું. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું. "

  આંધી પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પાર્ટી કાર્યકર્તાઓને મૃતકોના પરિવારજનોને મદદ કરવા કહ્યુ. અધિકારીઓને જણાવ્યુ કે ઉત્તરપ્રદેશના તોફાનને કારણે 23 લોકોના મોત અને 35 લોકો ઘાયલ થયા છે.

  આંધ્રપ્રદેશ સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શ્રીકાકુલમ જીલ્લામાં વિજળી પડવાથી સાત લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કડપા જીલ્લામાં બે લોકોના મોત નિપજ્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પણ રવિવાર સાંજે અચાનક 109 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળ ભરેલા વાવાઝોડું ફૂંકાયું. જેમાં દિલ્હીના પાંડવ નગરમાં ઝાડ પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું, ત્યારે એક વ્યક્તિ પર સિમેંટની ઈંટ પડવાથી એકનું મોત નિપજ્યું છે.

  આ સિવાય દિલ્હીમાં 189 ઝાડ અને 40 જેટલા થાંભલા પડી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. કેટલીએ જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો દિલ્હી એરપોર્ટ અને મેટ્રો ટ્રેનની સેવા પણ વાવાઝોડાથી પ્રભાવીત થઈ છે.

  આ સાથે દિલ્હીમાં વિમાન સેવા પણ પ્રભાવીત થઈ છે. અઙીં ઉતરતી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે, સાથે અન્ય વિમાનની ઉડાન પણ રોકી દેવામાં આવી છે. વિસ્તારાના શ્રીનગર-દિલ્હી વિમાનને અમૃતસર મોકલી દેવામાં આવ્યું છે. આ સિવાય લખનઉ-દિલ્હી વિમાનને લખનઉ પાછુ મોકલી દેવામાં આવ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, મે મહિનાના પહેલા અઠવાડીયામાં પણ ઉત્તરભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદના કારણે 120 લોકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે શનિવારે એલર્ટ જાહેર કરી કહ્યું હતું કે, ઉત્તરભારતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. આ સાથે ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ, પશ્મ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં પણ 50-70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.

  એટલું જ નહીં હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, તેલંગણા, આંધ્રપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પાંડુચેરી, કેરળમાં પણ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી હતી.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: 3 metro lines affected, 70 flights diverted, Delhi ncr, Hits, Severe, Storm

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन