બંગાળમાં વિજય રેલી કાઢવા મામલે BJP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ

News18 Gujarati
Updated: June 8, 2019, 7:10 PM IST
બંગાળમાં વિજય રેલી કાઢવા મામલે BJP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેક ઘાયલ
ભાજપનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે જણાવ્યું કે, મમતા બેનર્જી ભાજપનાં વિજયરથી ગભરાઇ ગયા છે.

  • Share this:
પશ્ચિમ બંગાળમાં વિજય સરઘસ કાઢવા મામલે ભાજપનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું છે અને આ ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર આવી રહ્યા છે.

આ ઘટના બંગાળનાં નોર્થ દિનાજપુર જિલ્લાનાં ગંગારામપુરમાં બની હતી. ભાજપે અહીંયા વિજય રેલી કાઢી હતી.

પોલીસે કહ્યું કે, ભાજપનાં કાર્યકર્તાઓએ સંબધતી વિભાગો પસોથી મંજૂરી ન હોવા છતાં અભિનંદન યાત્રા કાઢી હતી. જ્યારે પોલીસે ભાજપનાં કાર્યકરોને રોકવા માટે પ્રયાસ કર્યો તો તેઓ અકળાઇ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા.

પોલીસ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ પક્ષને વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં. તેમની પાર્ટીને પણ નહીં.

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે જણાવ્યું કે, મમતા બેનર્જી ભાજપનાં ઉદયથી ગભરાઇ ગયા છેઅને તેથી તેમને વિજય સરઘષ કાઢવા માટે મંજૂરી આપતા નથી.તેમણે કહ્યું કે, બંગાળમાં ભાજપનો 18 લોકસભા બેઠકો પર વિજય થયો છે. અને રાજ્યમાં ભાજપનો વોટશેર વધીને 40.5 ટકા થયો છે. આ માટે અમે લોકોનો આભાર માનવા માટે રેલી કાઢવા ઇચ્છતા હતા. પણ રાજ્ય. સરકાર ભાજપથી એટલી ગભરાઇ ગઇ છે કે, તે ભાજપને રેલી પણ કાઢવા દેતી નથી. જો અમને આ માટે મંજૂરી આપવામાં નહીં આપે તો પણ અમે રેલી કાઢીને જ રહીશું,”

જો કે, તૃણમુલ કોંગ્રેસનાં નેતા પાર્થા ચેટર્જીએ જણાવ્યું કે, ભાજપ બંગાળમાં શાંતિનું વાતાવરણ ડહોળવા માંગે છે.
First published: June 8, 2019, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading