લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરેલા ગુજરાતીઓ સહિત સાત ભારતીયોને મુક્ત કર્યા

News18 Gujarati
Updated: October 12, 2020, 8:27 AM IST
લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરેલા ગુજરાતીઓ સહિત સાત ભારતીયોને મુક્ત કર્યા
આ તમામ ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના રહેવાસી છે.

આ તમામ ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના રહેવાસી છે.

  • Share this:
લીબીયામાં (Libya) આતંકવાદીઓએ (terrorist) અપહરણ (kidnapping) કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે ન્યૂઝ એજન્સી એએનઆઈને આ સમાચારની પુષ્ટી કરી છે. આ તમામ ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના રહેવાસી છે.

લીબીયામાં કન્સ્ટ્રક્શન અને ઓઈલ ક્ષેત્રે કાર્યરત સાત ભારતીય નાગરિકોનું આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતુ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી પ્રમાણે, 13મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા. મંત્રાલયે ભારતને અપહૃત નાગરિકોના ફોટો બતાવ્યા હતા. એ મુજબ બધા જ નાગરિકો સુરક્ષિત છે.


અપહરણકર્તાઓએ આ નાગરિકોના ફોટો તેમની કંપનીઓને બતાવીને સલામત હોવાનું જણાવ્યું હતું. એ પછી ખંડણીની ડિમાન્ડ મૂકી હતી. ભારતીય નાગરિકોનું અશવરીફ નામના સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ - આ પણ વાંચો - ધોનીની પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપી કચ્છથી ઝડપાયો

Petrol Diesel Price: સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

મહત્વનું છે કે, આ પહેલા પણ વર્ષ 2015માં લીબીયામમાં ચાર ભારતીય નાગરિકોનું અપહરણ થયું હતું. જે બાદ તેમને મુક્ત કરીને લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. જે બાદ ભારતસરકારે લોકોને લીબીયાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. મે 2016મા સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીબિયાની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. આ મુસાફરી પ્રતિબંધ હજુ પણ ચાલુ છે.
Published by: Kaushal Pancholi
First published: October 12, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading