covid-19 વેક્સિન બનાવવાની દોડમાં સામેલ છે ભારત બાયોટેક સહિત આ 7 ભારતીય કંપનીઓ, ક્યારે મળશે વેક્સિન?

covid-19 વેક્સિન બનાવવાની દોડમાં સામેલ છે ભારત બાયોટેક સહિત આ 7 ભારતીય કંપનીઓ, ક્યારે મળશે વેક્સિન?
પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિક મહામારીના કારણે થોડા જ મહિનાઓની અંદર એક કોરોના વેક્સિન વિકસીત કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી : સાત ભારતીય ફાર્મા કંપનીઓ કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિન વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ પ્રકારે આ કંપનીઓ પણ આ ઘાતક વાયરસના નિવારકને શોધવાના વૈશ્વિક પ્રયાસમાં સામેલ થઈ ગઈ છે. ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટીટ્યુટ, જાયડસ કેડિલા, પેનાસિયા બાયોટેક, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ, માયનવેક્સ અને બાયોલોજિકલ ઈ ભારતમાં કોરોના વાયરસ વેક્સિન પર કામ કરનારી ઘરેલુ ફાર્મા કંપનીઓમાં સામેલ છે.

    સામાન્ય રીતે વેક્લિનના પરીક્ષણમાં ઘણા વર્ષની જરૂરત પડે છે, અને મોટાપાયે તેનું ઉત્પાદન કરવા માટે વધારે સમયની જરૂરત પડે છે. પરંતુ વૈજ્ઞાનિક મહામારીના કારણે થોડા જ મહિનાઓની અંદર એક કોરોના વેક્સિન વિકસીત કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.



    હૈદરાબાદમાં વિકસીત કરવામાં આવી છે ભારત બાયોટેકની આ વેક્સિન

    ભારત બાયોટેકને પોતાના વેક્સિન ઉમેદવાર કોવેક્સિન માટે તબક્કા I અને IIના ક્લિનિકલ પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે. આ વેક્સિન હૈદરાબાદમાં કંપનીના સુવિધા કેન્દ્રમાં વિકસિત અને નિર્મિત કરવામાં આવી છે. ગત અઠવાડીએ તેનું માનવ ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોરાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજગ્રાહકોના હિતમાં નવી માર્ગદર્શિકા જાહેર કરી, થશે ફાયદો

    પ્રમુખ વેક્સિન કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, તે વર્ષના અંત સુધીમાં એક કોવિડ-19 વેક્સિન વિકસિત કરવાની આશા વ્યક્ત કરી રહી છે.

    એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ વેક્સિન વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થવાની આશા છે

    સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ના સીઈઓ અડાર પૂનાવાલાએ પીટીઆઈને જણાવ્યું કે, 'વર્તમાનમાં અમે એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ વેક્સિન પર કામ કરી રહ્યા છીએ, જે ત્રીજા તબક્કાના ક્લીનિકલ પરિક્ષણમાંથી પસાર થઈ રહી છે. આ સિવાય અમે ઓગસ્ટ 2020માં ભારતમાં માનવ પરીક્ષણ પણ શરૂ કરીશું. વર્તમાન સ્થિતિ અને ક્લિનિકલ પરીક્ષણો પર હાલના અપડેટના આધાર પર, અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે, એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ વેક્સિન આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ થશે.'
    Published by:kiran mehta
    First published:July 19, 2020, 18:32 pm

    टॉप स्टोरीज